RTGS રેલવે અને ગેસ સિલેન્ડર સાથે જોડાયેલા અનેક ફેરફાર થશે
નવી દિલ્હી: ૧ ડિસેમ્બર ૨૦૨૦થી સામાન્ય જનતાની જિંદગી સાથે જોડાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં આરટીજીએસ, રેલવે અને ગેસ સિલેન્ડર સાથે જોડાયેલા અનેક ફેરફાર થશે જેની સીધી અસર આપની જિંદગી પર થવાની છે. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટને લઈને નિયમમાં ફેરફાર કર્યા છે. આ નિયમ કેશ ટ્રાન્સફર સાથે જોડાયેલા છે. આ ઉપરાંત સરકારી ઓઇલ કંપનીઓ દર મહિને ગેસના ભાવ અપડેટ કરે છે. વર્ષના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બરથી આપના બેંકના પૈસા લેવડ-દેવડ સાથે જોડાયેલા આ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટને ૨૪ટ૭ટ૩૬૫ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. આ ર્નિણય ડિસેમ્બર ૨૦૨૦થી લાગુ થશે. જેનો અર્થ એ છે કે હવે તમે આરટીજીએસના માધ્યમથી ચોવીક કલાક મની ટ્રાન્સફર કરી શકશે. હાલમાં આરટીજીએસ સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં સપ્તાહના તમામ કામકાજી દિવસોમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ છે. ૧ ડિસેમ્બરથી પીએનબી ૨.૦ વન ટાઇમ પાસવર્ડ આધારિત નાણા ઉપાડવાની સુવિધા લાગુ કરવા જઈ રહી છે.
૧ ડિસેમ્બરની રાત્રે ૮ વાગ્યાથી લઈને સવારે ૮ વાગ્યાની વચ્ચે પીએનબી ૨.૦ એટીએમથી એકવારમાં ૧૦ હજાર રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકાશે. ઓટીપી આધારિત હશે. એટલે કે રાત્રીના કલાકોમાં ૧૦ હજાર રૂપિયાથી વધુની રકમ ઉપાડવા માટે પીએનબી ગ્રાહકોને ઓટીપીની જરૂર પડશે. તેથી ગ્રાહક પોતાનો મોબાઇલ સાથે લઈને જાય. હવે પાંચ વર્ષ બાદ વીમાધારક પ્રીમિયમની રકમને ૫૦ ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે તેઓ અડધા હપ્તાની સાથે પણ પોલિસી ચાલુ રાખી શકે છે. નોંધનીય છે કે, ઈન્ડિયન રેલવે ૧ ડિસેમ્બરથી અનેક નવી ટ્રેનો દોડાવવા જઈ રહી છે.
કોરોના સંકટ બાદથી રેલવે સતત અનેક નવી સ્પેશલ ટ્રેનો દોડાવી રહી છે. હવે ૧ ડિસેમ્બરથી પણ કેટલીક ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે. તેમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ બંને સામેલ છે. બંને ટ્રેનોને સામાન્ય શ્રેણી હેઠળ ચલાવવામાં આવી રહી છે. ૦૧૦૭૭/૭૮ પુણે-જમ્મુતાવી પુણે ઝેલમ સ્પેશલ અને ૦૨૧૩૭/૩૮ મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશલ પ્રતિદિન ચાલશે.
દરેક મહિનાની પહેલી તારીખે સરકાર રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરોના ભાવની સમીક્ષા કરે છે. એટલે કે ૧ ડિસેમ્બરે પણ દેશભરમાં રાંધણ ગેસના ભાવ બદલાશે. ગત મહિનામાં આ ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.