RTO(પૂર્વ) દ્વારા મોટર સાયકલની સીરીઝ GJ-27-DK માટે ઇ-ઓકશન
આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર માટે GJ-27-DK ની ફાળવણી ઓનલાઇન ઇ-ઓક્શનથી શરૂ કરવામાં આવેલ છે. વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી HTTP://parivahan.gov.in/fancynumber પર રજિસ્ટ્રેશન કરી ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
તા. ૧૪-૦૯-૨૦૨૦ થી તા. ૧૬-૦૯-૨૦૨૦ સુધી ઇ-ઓક્શન માટે ઓનલાઇન સી.એન.એ. ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાના રહેશે. તા. ૧૭ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ઇ-ઓક્શનનું બીડીંગ ઓપન થશે. તા. ૧૯-૦૯-૨૦૨૦ના રોજ ઇ-ઓક્શનના ફોર્મ આર.ટી.ઓ.(પૂર્વ)ની કચેરીમાં જમા કરાવવાના રહેશે. સફળ ઉમેદવારોએ વધારાની ભરવાની બીડીંગની રકમ પણ પાંચ દિવસમાં જમા કરાવવાની રહેશે.
વાહનના સેલ લેટર અને સેલ તારીખ થી ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ૬૦ દિવસ અરજદારો ઇ-ઓક્શનમાં ભાગ લઇ શકશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અમદાવાદ(પૂર્વ)ની અખબારી યાદીમાં જણાવાયું છે.