RTOમાં લર્નીંગ લાયસન્સ, રીન્યુઅલ, રી-ટેસ્ટ સેવાઓ રવિવારે આપવામાં આવશે નહીં
રાજ્યની તમામ આર.ટી.ઓ. (RTO) -એ.આર.ટી.ઓ.ARTO કચેરીઓ રવિવારે રાબેતા મુજબ ચાલુ રહેશે :
ડ્રાયવીંગ લાયસન્સ સંબંધી લર્નીંગ લાયસન્સ, રીન્યુઅલ, રી-ટેસ્ટ અને હયાત લાયસન્સમાં ઉમેરો કરવાની સેવાઓ આપવામાં આવશે નહીં
મોટરવાહન અધિનિયમ (સુધારા)-૨૦૧૯ તથા અન્ય લગત નિયમોના કારણે જાહેર જનતામાં લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી., એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વિગેરે બાબતે ઘણી જાગૃતિ આવી છે. આ પ્રકારની અરજીઓનો નિકાલ કરાવવા તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે. તેથી નાગરિકોના હિતમાં વાહન વ્યવહાર મંત્રી
શ્રી આર.સી.ફળદુની સુચનાનુસાર રાજ્યની તમામ આર.ટી.ઓ. / એ.આર.ટી.ઓ. કચેરીઓ રાબેતા મુજબ આગામી તા.૨૨ સપ્ટેમ્બર-૨૦૧૯ રવિવારના રોજ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ દિવસે ડ્રાયવીંગ લાયસન્સ સંબંધીત લર્નીંગ લાયસન્સ(LL), ડ્રાયવીંગ લાયસન્સ(DL), લાયસન્સ રીન્યુઅલ+રી-ટેસ્ટ અને હયાત લાયસન્સના વર્ગમાં ઉમેરો કરવાની સેવાઓ આપવામાં આવશે નહીં, જેની નાગરિકોને નોંધ લેવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.