RTO ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાથી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય : નીતિન પટેલ
મોડાસા: મોડાસા શહેરમાં અતિથિ ગૃહ સહીત જીલ્લાના વિવિધ વિકાસના કામોના લોકર્પણ અર્થે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યની ૧૬ આરટીઓ ચેકપોસ્ટ અને રાજ્યની તમામ આંતરરાજ્ય અને જીલ્લાની આંતરિક પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય અંગે આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાથી સરકારી તિજોરીને નુકશાન પહોંચતું અને અન્ય લોકોના ખિસ્સામાં રૂપિયા જતા રહેતા પ્રાયોગિક ધોરણે હાલ પોલીસ ચેકપોસ્ટ દૂર કરવામાં આવી હોવાનું સ્વીકાર્યું હતું
ગુજરાત રાજ્ય સરકારે રાજ્યની તમામ ૧૬ આરટીઓ ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય પછી ગુજરાતની આંતરરાજ્ય અને જીલ્લાની આંતરિક ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનો રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશ પછી રાજ્ય સરકાર અને રાજ્યપોલીસ મહાનિર્દેશકના નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે મોડાસા શહેરમાં અતિથિ ગૃહના લોકાર્પણમાં પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય અંગે જણાવ્યું હતું કે સરકારે પ્રયોગ કર્યો હોવાનો આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ટ્રાફિક થતો હોવાની સાથે ક્યાંક ગેરરીતિ પણ થતી હતી સરકારી તિજોરીને પણ ભ્રષ્ટાચાર પગલે જોઈએ તેટલી અવાક થતી ન હોતી અને બીજા લોકો લઈ જતા હોવાથી પ્રાયોગિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું ગેરરીતિ ડામવા રાજ્ય સરકારે હિમ્મતભર્યો નિર્ણય લીધો છે
ભાજપના રાજમાં બેફામ થતા ભ્રષ્ટાચાર ને નાથવામાં નિષ્ફળ નીવડેલ અને આરટીઓ ચેકપોસ્ટ અને આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ પર થતા ભ્રષ્ટાચારને રોકવામાં નિષ્ફળ રહેલી રાજ્ય સરકારે 23 ડિસેમ્બરે રાજ્યનાં તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ કરી પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાના નિર્ણય થી આંતરરાજ્ય સરહદો ખુલ્લી મૂકી દેવામાં આવતા નધણિયાત બનેલી પોલીસ ચોકીઓના કારણે બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ,નશીલા પદાર્થોની હેરાફેરી, ગેરકાયદેસર હથિયારોની અને અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી જતા રાજ્યની સુરક્ષા જોખમાવાની સાથે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડે તો નવાઈ નહિ ની ચર્ચાએ જોર પકડ્યું છે