RTO રોડ અને ગૌરવપથ પર સ્પીડબ્રેકરો મુકવા બાબત સુચનો અપાયા
સુરત શહેરના પાલ આરટીઓ રોડ અને ગેોરવપથ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં બનેલ ગમખ્વાર અકસ્માતોની ઘટનાનાને પગલે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઘ્વારા સ્થાનિક મ્યુનિસિપલ સભ્યશ્રીઓ4 પશ્ચિમ ઝોનના અધિકારીશ્રીઓ4 ટ્રાફિક-BRTS સેલના અધિકારીઓ
તથા DCP ટ્રાફિક અમિતાબેન વાનાણી તેમજ સ્થાનિક ટ્રાફિકપોલીસ તંત્રની ઉપસ્થિતિમાં પાલ વિસ્તારના ઉકત સ્થળોની મુલાકાત કરી તત્કાલ થયેલ અકસ્માતો બાબતે ગંભીર ચિંતા વ્યકત કરી હતી.
તેમજ સ્થાનિક રહીશો સાથે સ્થળ ઉપર રૂબરૂ ચર્ચા કરી, તંત્રને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપી કઇ રીતે માર્ગ અકસ્માતોને થતા રોકી શકાય, તે બાબતે ઝડપથી કાર્યવાહી કરવા સુચન કરેલ છે. જે સંદર્ભે સીસીટીવી કેમેરાથી સઘન મોનીટરીંગ કરવા, ભારે વાહનોની અવરજવરનો સમય નિર્ધારિત કરી,
તેમની ગતિ મર્યાદાને અંકુશમાં મુકવા જરૂરી અંતરે સ્પીડબ્રેકરો મુકવા બાબત સુચનો આપ્યા હતા. તેમજ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘ્વારા તત્કાળ અહીં યોગ્ય ટ્રાફિક નિયમન કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.