RTO હવે ટેક્સના બાકી ૬ કરોડ રૂપિયાની વસૂલાત કરશે
સુરત: કોરના મહામારી વચ્ચે સુરતની આરટીઓ ટ્રક અને બસના મોટર વ્હીકલના બાકી ટેક્સના નાણાંની વસુલાત માટે નોટિસ ઈસ્યૂ થયાં બાદ આરટીઓ ઇન્સપેકટર ઘરે ઘરે જઈને ઉઘરાણી કરી રહ્યાં હોવાથી, વાહન માલિકો ટેકસ જમા કરાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં લગભગ રુ. ૫૦ લાખથી વધુનો ટેક્સ વાહન માલિકો ભરી ગયાં છે. અને ગમી દિવસ ૧૨૦૦ વ્હિકલ બાકી નીકળતો ૬ કરોડનો ટેક્સ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવાના છે. સુરતની આરટીઓ આમતો ગુજરાત ને સૌથી વાળું ટેક્સ કમાઈ આપનારી આરટીઓ છે તેવામાં કોરોના મહામારી ને લઈને સુરતનાં ૧૨૦૦ જેટલા વાહનોનો ૬ કરોડ રૂપિયાનો ટેક્સ માલિકો ભરી ગયા નથી.
ત્યારે આ ટેક્સની રકમ વસૂલવા માટે સુરત આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ભારે વાહનોના ટેક્સ વાહન માલીકોએ દર વર્ષે ભરવાનો હોય છે. પરંતુ અમુક ટકા વાહનમાલિકો ટેકસ જમા કરાવવા બાબતે તદ્દન બેપરવા હોય છે. સુરત શહેર અને જિલ્લાના મળી આવા અંદાજે ૧૨૦૦ જેટલાં વાહન માલિકોનો રુ.૬કરોડનો ટેક્સ કચેરીમાં જમા થયો નથી. આવાં બાકી લેણા માટે કાર્યવાહી કરવામાં આવી છે.ઘણાં માલિકોએ બે વર્ષથી ટેક્સ જમા કરાવ્યો નથી. આવા માલિકોને અવારનવાર નોટિસ આપીને બાકી લેણાં જમા કરાવવા માટેની સુચના આપવામાં આવી છે. અને એક ડગલું આગળ વધીને વાહન માલિકોના ઘરે જઈને નોટિસો આપવામાં આવી છે.
અંદાજે ૧૨૫ જેટલા વાહનમાલિકો રુ ૫૦ લાખનો ટેકસ જમા કરાવી ગયાં છે, અનલોક બાદ પણ કોવિડ ગાઇડલાઇનનો અમલ ચાલુ હોવાને, કારણે આરટીઓમાં ટ્રેક ઉપર મર્યાદિત સંખ્યામાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. અગાઉ સરેરાશ રોજની ૪૫૦ ટેસ્ટ લેવામાં આવતી હતી. અત્યારે એપોઇન્ટમેન્ટ પ્રમાણે ૩૦૦ડ્રાઇવિંગ ટેસ્ટ કરવામાં આવે છે. એપોઇન્ટમેન્ટની સંખ્યા ધીમે ધીમે વધારવાનું આયોજન છે. તેવી જ રીતે એચએસઆરપી ફીટમેન્ટ રોજેરોજ ૨૦૦ જેટલી થઇ રહી છે. અગાઉ આ સંખ્યા ૪૫૦થી ૫૦૦ રહેતી હતી. જોકે ટેક્સની વસુલાત માટે ની ઝુંબેશ શરૂ તો કરવામાં આવી છે સાથે સાથે આરટીઓના કામ અને અલગ અલગ ટેક્સ ભરવા આવતા લોકોની સંખ્યા જે રીતે વધી રહી છે તેવામાં ફરીએ એક વાર સુરત આરટીઓ ટેક્સ વસુલાત કરી રાજ્યમાં સૌથી વાળું ટેક્સ વસૂતળી આરટીઓ બની જશે.