લાયસન્સ-આરસી જેવા ડોક્યુમેન્ટની વેલિડિટી વધી
અમદાવાદ: કોવીડ-૧૯ પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે.
આએડવાઇઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. એડવાઇઝરી મુજબ વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી તા.૩૧.૧૨.૨૦૨૦ સુધી નાગરિકોને મુકિત આપવામાં આવે છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફીટનેશ, ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી., પરમીટ વગેરેનો સમાવેશ થાય છે.
એન્ફોર્સમેન્ટની કામગીરી દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારી/કર્મચારીઓએ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે.
વધુમાં, શિખાઉ લાયસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા બાદ શિખાઉ લાયસન્સની પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સ ફી ભરવાની રહેશે.
અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે થશે એમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.