Western Times News

Gujarati News

RTO (West) દ્વારા ગાડી અને ટુ વ્હીલરના નંબરની નવી સીરીઝ માટે ઇ-ઓકશન

File

અમદાવાદ, આર . ટી . ઓ.(પશ્ચિમ)  અમદાવાદ કાર્યક્ષેત્રના તમામ વાહન માલિકોને જણાવવામાં આવે છે કે , અત્રેની કચેરીમાં મોટર સાયકલની વાહનોના નંબરોની લગતી હાલની સીરીઝમાં GJ01 VA ટુંક સમયમાં પુરી થનાર છે. જેથી નવી સીરીઝ GJ01 VB માટે ઈ- ઓકશન શરૂ કરવામાં આવનાર છે. જેથી પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન  C . N . A . ફોર્મ ભરવાનું રહેશે .

આ માટે તા . ૦૮/૦૧/૨૦૨૦ થી તા . ૧૦/૦૧/૨૦૨૦ સુધી ઓનલાઈન નંબર રજીસ્ટર કરવાનું રહેશે . તથા તા . ૧૧/૦૧/૨૦૨૦ થી તા . ૧૨/૦૧/૨૦૨૦ સુધી ઓનલાઈન બીડીંગ કરવાનું રહેશે . તો રસ ધરાવતા વાહન માલિકોએ ઓનલાઈન નંબર રજીસ્ટ્રેશન માટે parivahan.gov.in વેબસાઈટ પર Fancy Number Booking માં જઈ બીડીંગમાં ભાગ લઈ શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.