Western Times News

Gujarati News

બાબરા નજીક રૂદ્રાક્ષ આશ્રમનાં પુજારીને સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી

પ્રતિકાત્મક

બે રાજસ્થાની શખસો સોનાને બદલે પીત્તળ ધાબડીને રૂ.૪ લાખ તફડાવી ગયાની ફરિયાદ

અમરેલી, બાબરા તાલુકાના ગમાપીપળીયા અને ત્રમ્બોડા ગામ વચ્ચે આવેલા રૂદ્રાક્ષ આશ્રમના પુજારીને બે રાજસ્થાની ચીટરોએ વિશ્વાસમાં લઈ સસ્તામાં સોનાનું બીસ્કીટ આપવાની લાલચ આપી રૂ. ચાર લાખ પડાવી લઈ પીત્તળની ધાતુ પધરાવી દઈ છેતરપીડી કર્યાની બાબરા પોલીસે મથકમાં ફરીયાદ નોધાતાતપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, બાબરા તાલુકાના ગમાપીપળીયા અને ત્રમ્બોડા ગામ વચ્ચેના રોડ પર આવેલા રૂદ્રાક્ષ આશ્રમમાં સેવા પુજા કરતા મુળ કેશોદના રહેવાસી બટુકગીરી નીલગીરી ગોસ્વામી ઉ.૬પ સાથે રૂ.ચાર લાખ છેતરપિડી થઈ હતી. જેમાં દશેક માસ પહેલા રાજસ્થાનનો ખાનસાબ નામનો ડ્રાઈવર ગમાપીપળીયા ગામે જેસીબી ચલાવતો હતો. અને આશ્રમમાં અવારનવાર આવતો હતો.

જેથી આશ્રમના પુજારીર સાથે પરીચય કેળવી વિશ્વાસ હાંસલ કર્યો હતો. આ ડ્રાઈવરે પુજારીને મોબાઈલ ફોન કરી જણાવેલું કે રાજસ્થાનનાં ફીરોજપુરમાં રહેતા પોતાના મીત્ર પપ્પુને ખોદકામ દરમ્યાન સોનું મળ્યું છે. અને આશ્રમમાં દાન કરવા માંગે છે. તેથી તમે રાજસ્થાન આવો. જેથી સોનાની લાલચમાં પુજારી બટુકગીરી રાજસ્થાન ગયા હતા હતા. ત્યાં પપ્પુ નામના શખ્સે એઅક સોનાની કટકી પુજારીને આપી હતી જેની ખરાઈ કરતા તે અસલ સોનું હોવાની ખાતરી થઈ હતી.

બાદમાં પુજારીને સસ્તામાં સોનાનું બિસ્કીટ આપવાનું કહી આ બંને શખ્સોએ કહયું હતું. ત્યાં ચાર લાખ રૂપિયા લઈને ૬૦૦ ગ્રામ અલગ સોનું હોવાનું જણાવીને ધાતુ આપી હતી, જે પરત આવીને ખરાઈ કરાવતા પિત્તળ હોવાનું માલુમ પડયું હતું. જેથી છેતરપિંડી થયાનું જણાતા બાબરા પોલીસમાં ફરીયાદ નોધાવતા પીએસઆઈ રાધનપરાએ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.