Western Times News

Gujarati News

પટનાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની અફવા નાસભાગ

પટના, પટનાના લોકનાયક જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની સૂચનાથી યાત્રીકોમાં હડકંપ મચી ગયો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા ૬ ી ૨૧૨૬ માં બોમ્બની સૂચના હોવા પર તમામ યાત્રીકોને ઉતારી દેવામાં આવ્યા. બધા યાત્રીકોના સામાનની તપાસ કર્યા બાદ તેમાં કંઈ મળ્યું નહીં. ફ્લાઇટની તપાસ કરવામાં આવી પરંતુ ન કોઈ બોમ્બ મળ્યો અને ન કોઈ વિસ્ફોટક.

સીઆઈએસએફના અધિકારીઓ અનુસાર રાત્રે ૯ કલાકે ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવા સંબંધી કોલ આવ્યો હતો. ફોન કરનારનો ઇરાદો ફ્લાઇટને લેટ કરાવવાનો અથવા તોફાનભર્યું પગલું હોઈ શકે છે. તો સુરક્ષા માટે વિમાનની બીજીવાર તપાસ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન તમામ યાત્રીકો ભયભીત જાેવા મળ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનની પોલીસ પણ આ મામલાની તપાસમાં લાગી છે. હાલ એરપોર્ટ તંત્રના અધિકારીઓ કોઈ માહિતી આપી રહ્યાં નથી. તો ઈન્ડિગોએ પણ હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

પટનાના ડીએમ ચંદ્રશેખરે જણાવ્યુ કે એક વ્યક્તિએ ખુદ જણાવ્યુ કે તે પોતાની બેગમાં બોમ્બ રાખી ઈન્ડિગોની ફ્લાઇટથી દિલ્હી જઈ રહ્યો છે. ત્યારબાદ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત સીઆઇએસએફના અધિકારીઓ હરકતમાં આવ્યા અને સૂચના આપનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.