હત્યામાં સજાતીય સંબંધ કારણ હોવાનું સામે આવતા ચકચાર

ખેડા, ડાકોર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. જેમાં ૨૭ વર્ષના યુવાને ૩૧ વર્ષનાં યુવાનની હત્યા કરી નાંખી અને લાશને કૂવામાં નાંખી દીધી હતી. આ રહસ્યમયી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ હત્યાનો આરોપી ઉમરેઠમાંથી ઝડપાયા બાદ આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલાયો છે.
આ હત્યામાં સજાતીય સંબંધ કારણ હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૧૧મી સપ્ટેમ્બરના રોજ ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ઠાસરા તાલુકાના જાખેડ ગામમાં ઈલેશભાઈ ભુલાભાઈ પટેલના ખેતરના કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવ સ્થળેથી ટુ વ્હિલર મળી આવ્યું હતું. જે બાબતે ડાકોર પોલીસે તપાસ કરતા આ યુવાનની ઓળખ થઇ હતી.
જેમા મૃતક યુવાન કલ્પેશભાઈ જયંતિભાઈ મકવાણા ડાકોરના રહેવાસી હોવાનું માલુમ થતા પરિવારને જાણ કરવામાં આવી હતી. આ મૃતકના પરિવારમાં એક વિધવા માતા અને એક નાની બહેન સાથે ડાકોરમાં રહે છે. મૃતક રેલવેમાં નોકરી કરતા હતા. તેઓ ૧૦મી ઓક્ટોબરના રોજ નોકરી પર ગયા હતા. તે દિવસે રાત્રે તેઓ ઘરે આવ્યા અને લગભગ દસ વાગ્યાની આસપાસ તેમણે પોતાની નાની બહેન કહ્યુ કે હું બહાર જાવ છું પણ સવારે તું મને ચાર વાગે ઉઠાડજે.
જાેકે, તેઓ બીજા દિવસ સુધી ઘરે જ ન આવ્યા જેથી પરિવારે વિચાર્યું કે તે નોકરી પર જતા રહ્યા હશે. જાેકે, સોમવારે મૃતકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો. આ કૂવાની બહાર લોહી અને મૃતકના ચંપલ પણ હતા. જેથી પોલીસને શંકા ગઇ કે, અહીં હાથાપાઇ થઇ હોવી જાેઇએ.
ઉમરેઠ પોલીસ સ્ટેશનની ટીમ આ ઘટના સંદર્ભે વોચમા હતી અને ઉમરેઠથી ડાકોર તરફ જતા બાઇક નંબર ઈસમની પૂછપરછ હાથ ધરી હતી. જેમા તેણે પોતાનુ નામ રવિન્દ્રભાઈ સંજયભાઈ પટેલ (રહે.ઢુણાદરા, તા.ઠાસરા) હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસને શંકા જતા તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
આ બાઇકનો નંબર અને ઉપરોક્ત મૃતકના ટુ વ્હિલરના નંબર બંન્ને ડાકોર પોલીસે મોકલેલ સીસીટીવી ફુટેજ સાથે મેચ થતા હતા. આથી પોલીસે મોટરસાયકલ ચાલક રવિન્દ્રભાઈ સંજયભાઈ પટેલની કડક પુછપરછ હાથ ધરી હતી. જેમાં રવિન્દ્રએ પોલીસ સમક્ષ કબૂલ્યુ કે, તેણે કલ્પેશભાઈ જયંતિભાઈ મકવાણાની હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણની પૂછપરછ કરતા આરોપી રવિન્દ્રએ કહ્યું કે, સમલૈંગિક શારીરિક સંબંધ બાંધતી વખતે અચાનક કોઈ કારણસર આવેશમાં આવી બોલાચાલી થઇ હતી. જે બાદ ઝઘડો પણ થયો હતો.
આ બાદ આક્રોશમાં આવેલા રવિન્દ્રએ બાજુમાં પડેલા લાકડાના ધોકા વડે કલ્પેશને માથાના ભાગે ફટકાર્યો હતો. જે બાદ તેણે નજીક આવેલા કૂવામાં ફેંકી દીધો હતો. સમલૈંગિક સંબંધનો કિસ્સો રાજકોટમાંથી પણ સામે આવ્યો હતો. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનારા કર્મચારીએ કર્મીઓની હાજરીમાં ટોયલેટમાં બંધ બે વ્યક્તિઓને એકાંત માણતા ઝડપી પાડ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનારો કર્મચારી જ્યારે ટોયલેટનો દરવાજાે ખખડાવે છે.
ત્યારે ટોયલેટમાંથી સિનિયર સિટીઝન વ્યક્તિ બહાર આવે છે અને કહે છે કે, કોઈ નથી અંદર. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહે છે. પરંતુ ત્યારબાદ કર્મચારી ટોયલેટમાં જાેવે છે તો એક ૨૦ વર્ષીય યુવાન બહાર નીકળે છે. ત્યારે સરાજાહેર આ પ્રકારની ઘટના સામે આવી છે. જેને લઈને અનેક સવાલ ઊભા થયા છે.SS1MS