રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) પાલનપુર, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૭ મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ ભારત સરકારશ્રીના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર પાલનપુરના જિલ્લા યુવા અધિકારીના માર્ગદર્શન હેઠળ જૂના ગંજ બજાર પાલનપુર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આજે સવારે પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. રન ફોર યુનિટી એકતા દોડને લીલી ઝંડી આપી ઉપસ્થિત મહાનુભાવોએ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને કલેકટર કચેરીના ગાર્ડન ખાતે આ કાર્યક્રમનો સમાપન કર્યું હતું.
આ રન ફોર યુનિટીના પ્રારંભ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારીશ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ કેમ્પસ ડાયરેક્ટર સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા શ્રી ગીરીશભાઈ જગાણીયા, જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડાયરેક્ટરશ્રી રમેશભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ના જિલ્લા સંયોજકશ્રી રોશનભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્રનો સ્ટાફગણ અને પોસ્ટ ઓફિસ પાલનપુરનો સ્ટાફગણ, તાલુકા અને નગર સંયોજકો, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના NSS ના સ્વયંસેવક વિદ્યાર્થીઓ તેમજ નેહરુ યુવા કેન્દ્ર પાલનપુરના સ્વયંસેવકો યુવક મંડળના સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. શ્રી રમેશભાઈ પલાણી ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ તેમજ શ્રી અલિસાભાઇ ઇંગોરજા તેમજ દુષ્યંતભાઈ ગઢવી તેમજ ભાવેશ પ્રજાપતિ તેમજ મીન્હાજભાઈ ઉપસ્થિત રહ્યા હતા.