Western Times News

Gujarati News

ચિતાની જેમ દોડતો જાડેજા ચાલવામાં પણ લડખડાયો

જાડેજા બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, તાજેતરમાં તેના ઘૂંટણની સર્જરી થઈ હતી

જાડેજાનો લેટેસ્ટ વીડિયો આવ્યો સામે

નવી દિલ્હી,ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જમીન પર ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. શેર કરેલા વીડિયોમાં તે સફેદ કલરની ટી-શર્ટ સાથે બ્લેક કલરના હાફ પેન્ટમાં જાેવા મળી રહ્યો છે.

આ દરમિયાન તેના જમણા ઘૂંટણમાં પટ્ટી જાેવા મળે છે. જાડેજા હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેના ઘૂંટણની સર્જરી થઈ હતી. આ ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાંથી બહાર હતો.

આટલું જ નહીં, તે બુધવારથી શરૂ થનારી આફ્રિકન ટીમ સામેની T20 શ્રેણી અને ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ શકશે નહીં. જણાવી દઈએ કે, જાડેજાએ એશિયા કપ ૨૦૨૨માં પાકિસ્તાન અને હોંગકોંગ સામેની પ્રથમ બે મેચમાં ભાગ લીધો હતો. તે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમમાં જરૂરી સંતુલન પ્રદાન કરે છે.

એટલું જ નહીં તેની હાજરીમાં કેપ્ટન અને કોચની ઘણી સમસ્યાઓ આસાન બની જાય છે. જાડેજાની ગેરહાજરી ટીમ માટે મોટો ફટકો છે. પોતાની વરિષ્ઠ કારકિર્દીમાં (ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ), જાડેજાએ ઘરેલું ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ-એ અને આઈપીએલ મેચો સહિત ૭૦૦૦ ઓવરની બોલિંગ કરીને સમગ્ર ફોર્મેટમાં ૬૩૦ મેચોમાં ૮૯૭ વિકેટ લીધી છે.

તેણે સિનિયર લેવલ પર ૧૩,૦૦૦ રન બનાવ્યા છે. તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં ઘણો સમય લાગશે, કારણ કે તેને સર્જરી બાદ સખત રિહૈબના લાંબા ગાળામાંથી પસાર થવું પડશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.