રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીના લાખો લોકોએ દર્શન કર્યા

File
પ્રાંતિજના બ્રહ્માણી માતા અને ગાંધીનગરના રૂપાલના વરદાયીની માતા આ બંને બહેનો હોવાને નાતે રૂપાલની સાથે જ પ્રાંતિજમાં પલ્લી નિકળે છે..
🔸નોમના દિવસે વર્ષોથી પલ્લી નીકળે છે જેના પર ભાવિ ભક્તો દ્વારા લાખો લીટર ઘી ચડાવવામાં આવે છે
🔸માતાની પલ્લી કાઢવાની પરંપરા પાંડવોના સમયથી ચાલતી આવે છે#Navratri #Gandhinagar pic.twitter.com/iwhVzUkoEv
— DD News Gujarati (@DDNewsGujarati) October 5, 2022
(જનક પટેલ) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે ભારે હર્ષોલ્લાસથી પલ્લી નીકળી હતી. વર્ષોથી આ ગામમાં પલ્લી નીકળે છે અને વરદાયિની માતાના મંદિરે પહોંચે છે.
ગામમાં પલ્લી નીકળે ત્યારે સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહે છે. આ રૂપાલ ગામમાં વરદાયની માતાનો પલ્લીનો મેળો શાંતિ અને સલામતીથી યોજાયો હતો.
પલ્લી એટલે શું? એવો સવાલ બધાને થાય. પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ. માઈભક્તો દ્વારા માતાજી માટે આ ખાસ રથ તૈયાર કરવામાં આવે છે. તેને ઘોડા દ્વારા નહીં પણ માઈભક્તો પોતાના ખભે લઈને પરિક્રમા કરે છે.
ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. પૈસા અને ધન સંપત્તિની વાત આવે ત્યારે એવું કહેવત કહેવામાં આવે છેકે, અહીં તો દૂધ-ઘીની નદીઓ વહે છે. જોકે, આવો જ કંઈક નજારો ગુજરાતના એક શહેરમાં દર વર્ષે સર્જાય છે. અને લાખો લોકો તેને નજરે જોઈને તેના સાક્ષી બને છે. પાટનગર ગાંધીનગરમાં આપેલાં રૂપાલ ગામમાં વર્ષોથી પરંપરાગત રીતે દશેરાના દિવસે પલ્લી નીકળે છે.
આ પલ્લીમાં લાખો લિટર ઘીથી અભિષેક કરવામાં આવે છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વિજયાદશમીના પર્વ નિમિત્તે રૂપાલમાં પરંપરાગત રીતે પલ્લી નીકળી હતી. જેના દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
મોડી રાતથી શરૂ થયેલી આ પલ્લી વહેલી સવારે નીજ મંદિરે પહોંચી હતી. ગામના તમામ માર્ગો પર ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પુરી કરવા માટે દર્શને આવ્યા હતા. પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે.
પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયિની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા.
જ્યારે ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો. પરંતુ આ વખતે સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.