રૂપાલ પલ્લીમેળો 11 ઓક્ટોબરે યોજાશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં દર વર્ષે આસો મહિનાની નવરાત્રીમાં વરદાયિની માતાની પલ્લી નીકળે છે. નવરાત્રી ના દિવસો માં વધઘટ હોય તો પણ પલ્લી માટે સળંગ દિવસોની જ ગણતરી કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવરાત્રિ માં એક દિવસ વધુ છે તેમ છતાં માતાજીનો પલ્લી રથ સળંગ દિવસની ગણતરી મુજબ જ નીકળશે.
રૂપાલ વરદાયિની માતા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી આસો મહિનાની નવરાત્રિમાં બે ત્રીજી હોવાથી પલ્લીમેળા માટે નોમ 12 ઓકટોબર આવે છે.પરંતુ રૂપાલ પલ્લીમેળા માટે દિવસ વધઘટ ને ધ્યાનમાં લેવામાં આવતા નથી તેથી આગામી નોરતામાં પલ્લીમેળોની ઉજવણી સળંગ દિવસો ની ગણતરી મુજબ 11/102024ના દિવસે જ થશે.
અત્રે નોંધનીય છે કે આસો મહિનાની નવરાત્રિની નોમ ના દિવસે માતાજીનો રથ રાત્રે ગામમાં ફરી છે. જ્યાં અલગ અલગ 26 જેટલા ચકલા પર માતાજીના રથ પર શુદ્ધ ઘી નો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ વહેલી સવારે મંદિર પહોંચે છે. જ્યાં માતાજીની આરતી થાય છે.