Western Times News

Gujarati News

રૂપાલી-ભારતી સિંહ બીજીવાર કરી રહ્યા છે ફેમિલી પ્લાનિંગ

ભારતી સિંહ જે રીતે ઘર અને બાળકને સંભાળી રહી છે તે માટે એક્ટર રૂપાલી ગાંગુલીએ તેને સલામ કરી

મુંબઈ,  રૂપાલી ગાંગુલી તેના પોપ્યુલર શો ‘અનુપમા’ની સાથે-સાથે રવિવાર વિથ સ્ટાર પરિવારમાં પણ વ્યસ્ત છે, જેમાં ચેનલ પર પ્રસારિત થતી દરેક સીરિયલની કાસ્ટ ભેગી મળીને ગેમ રમે છે.

આ વખતના એપિસોડમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા મહેમાન બનીને આવ્યા હતા અને અહીં તેમણે બધાને ખૂબ હસાવ્યા હતા. તેણે કલાકારો પાસે અલગ-અલગ ટાસ્ક કરાવ્યા હતા, જે જાેઈને દર્શકોને પણ મજા આવી હતી. આ દરમિયાન સમય મળતાં ભારતી સિંહે રૂપાલી ગાંગુલી સાથે થોડી વાતચીત કરી હતી અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો.

આ વીડિયો રૂપાલીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં ભારતી અને તેના માટે ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરતી જાેવા મળી.

રૂપાલી ગાંગુલીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ભારતી સિંહ કહી રહી છે ‘આજે બે સુપરસ્ટાર એક સાથે છે- અનુપમા અને ભારતી મા. હકીકતમાં અમે બંને મમ્મીઓ છીએ. અમારા પ્રેમાળ બાળકો છે. મજા આવે છે નહીં? રૂપાલી ગાંગુલી હા પાડે છે. ત્યારબાદ ભારતી કહે છે ‘અમે બંનેએ તે નક્કી કર્યું છે કે આગામી ઉનાળા સુધી અમે વધુ એક-એક બાળકો લાવીશું.

આટલું સાંભળીને રૂપાલી ચોંકી જાય છે અને ભારતીનો ચહેરો જાેવા લાગે છે. પછી કોમેડિયન હસે છે અને કહે છે રૂપાલી બે કરશે, તે એવું કહી રહી છે. કારણ કે તે એકની સાથે કંટાળી જાય છે તેથી બે બાળકો કરશે. તો રૂપાલી કહે છે હા રમવા માટે કોઈને કોઈ તો જાેઈએ ને ભારતી, આવતા વર્ષે હોવું જાેઈએ, તો ભારતી કહે છે કરીશું કરીશું. મળીને કરીશું, બાળક કરીશું’.

રૂપાલી ગાંગુલીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે ‘બસ આમ જ મમ્મી ટોક્સ. ભારતી તું ક્યૂટ છે અને તું પ્રેરણાદાયી પણ છે. તું જે રીતે કામ અને બાળકને સંભાળી રહી છો તે માટે સલામ છે. આગામી વર્ષે લક્ષ્યના ભાઈ-બહેનની રાહ રહેશે’. તો કોમેન્ટ કરતાં ભારતી સિંહે લખ્યું છે ‘કરીશું કરીશું વધું બાળકો કરીશું’.

જણાવી દઈએ કે, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા હાલમાં જ મમ્મી-પપ્પા બન્યા છે. ૩ એપ્રિલ, ૨૦૨૨માં કોમેડિયને દીકરા લક્ષ્યને જન્મ આપ્યો હતો, જેને તે લાડથી ગોલા કહીને પણ બોલાવે છે. દીકરાના જન્મ બાદ તરત જ કપલે તેઓ બીજા બાળકનું યોગ્ય સમય આવ્યે પ્લાનિંગ કરશે તેમ કહ્યું હતું. બીજી તરફ, રૂપાલી ગાંગુલી પણ એક દીકરાની મમ્મી છે, જેનું નામ રુદ્રાંશ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.