રૂપાલી ગાંગુલીએ દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ગરબા કર્યા
મુંબઈ, કોરોના કાળના બે વર્ષ પછી આ વર્ષે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોટા મોટા પાર્ટી પ્લોટ, ક્લબ્સમાં ગરબાના વિવિધ આયોજનો થઈ રહ્યા છે.
જાણીતા ગુજરાતી ગાયક કલકારો વિવિધ ગરબા આયોજનમાં જઈને ચાર ચાંદ લગાવે છે. દાંડિયા ક્વીન ગણાતા ફાલ્ગુની પાઠકના ગરબા સૌથી ફેમસ છે અને લોકોમાં ફાલ્ગુની પાઠકની દાંડિયા નાઈટમાં જવાનો ભારે ઉત્સાહ હોય છે.
હાલમાં જ મુંબઈમાં ફાલ્ગુની પાઠકના એક ગરબા કાર્યક્રમમાં સીરિયલ અનુપમા’ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાજર રહી હતી. રૂપાલી ગાંગુલીએ ફાલ્ગુની પાઠક સાથે ગરબા કર્યા હતા ઉપરાંત તેનો ફેમસ ડાયલોગ ‘મેં ઘૂમું ફિરું…’ સ્ટેજ પર ગરબાના ટિ્વસ્ટ સાથે રિક્રિએટ કર્યો હતો.
‘અનુપમા’ સીરિયલનો ‘મેં ઘૂમું ફિરું…’વાળો ડાયલોગ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે રૂપાલી ગાંગુલીએ સ્ટેજ પરથી આ ડાયલોગ ફરી લોકોને સંભળાવ્યો હતો પરંતુ તેમાં ગરબાનો ટિ્વસ્ટ આપ્યો હતો.
રૂપાલીએ કહ્યું, મેં ઘૂમું, ફિરું, નાચું, ગાઉં, દાંડિયા ખેલું, ગરબા ખેલું, અકેલી ખેલું, ફાલ્ગુનીજી કે સાથ ખેલું, કિસી ઔર કે સાથ ખેલું, પૂરી રાત ખેલું, જબ ખેલું, જેસે ભી ખેલું…આપ કો ક્યા?” આ ડાયલોગ સાંભળતા જ ત્યાં હાજર લોકો મોજમાં આવી ગયા હતા અને ચીચીયારીઓ પાડીને રૂપાલીને વધાવી લીધી હતી.
રૂપાલી ગાંગુલીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફાલ્ગુની પાઠક સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં રૂપાલી ફાલ્ગુની પાઠકને આલિંગન આપતી, પોઝ આપતી ગરબા કરતી જાેવા મળે છે. આ તસવીરો શેર કરતાં રૂપાલીએ લખ્યું, “અબાઉટ લાસ્ટ નાઈટ. અદ્ભૂત અનુભવ રહ્યો, પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. દાંડિયા ક્વીનને લાઈવ જાેવાનો અનુભવ જ અનેરો છે.
સાચા રોકસ્ટાર છે ફાલ્ગુની પાઠક. દિલથી થેન્ક્યૂ.” તસવીરોમાં જાેઈ શકો છો કે, ફાલ્ગુની પાઠક બ્લેક રંગના શર્ટ પેન્ટ અને કોટીમાં જાેવા મળ્યા હતા. જ્યારે રૂપાલી ગાંગુલી લાલ રંગની સાડીમાં સુંદર લાગતી હતી.
સીરિયલની વાત કરીએ તો, હાલ તોષુનો ભરપૂર ડ્રામા ચાલી રહ્યો છે. અનુપમા સાથે બદલો લેવા માટે તોષુ રઘવાયો થયો છે. અનુપમા અને વનરાજના દીકરા તોષુએ શાહ હાઉસમાં અડોપ્શન ઓફિસરોને બોલાવ્યા હતા અને ફરિયાદ કરી હતી કે, અનુપમા અને અનુજ નાની અનુની યોગ્ય સારસંભાળ નથી રાખી શકતા. તોષુ સ્વીકારે છે કે તેણે જ અડોપ્શન ઓફિસરોને બોલાવ્યા હતા.
જે જાણ્યા પછી તમતમી ગયેલો અનુજ તેને તમાચો મારી દે છે. જે પછી આ કૃત્ય બદલ વનરાજ પણ તોષુને ઠપકો આપે છે અને અનુની માફી માગે છે.SS1MS