રૂપાલી ગાંગુલીએ સાગર પારેખ સાથે તસવીર શેર કરી
મુંબઈ, ટીવી સિરિયલ અનુપમાએ કલાકારોની કિસ્મત પલટી દીધી છે. આ શોમાં રૂપાલી ગાંગુલી લીડ રોલમાં છે, જે અનુપમા રોલમાં છવાઇ ગઇ છે. એની સાથે એક્ટર ગૌરવ ખન્ના નજરે પડે છે. ગૌરવ અનુજ કાપડિયાના રોલમાં ફેન્સના દિલ પર રાજ કરે છે.
આ સિરિયલમાં બીજા પણ અનેક સ્ટાર્સ છે જે દરેક લોકો સાથે મળીને સેટ પર ધમાલ મચાવે છે. રૂપાલી ગાંગુલી સહિત અનેક કલાકાર સેટ પરથી બીટીએસની તસવીરો અને વિડીયો શેર કરતા રહેતા હોય છે, જેના પરથી સેટ વિશેની જાણ થતી રહે છે.
આમ, તમને જણાવી દઇએ કે રૂપાલી ગાંગુલીએ સેટ પર તસવીરો શેર કરી છે. અનુપમાના સેટની તસવીરો જોતા પહેલાં એ વાત જાણવી ખાસ જરૂરી છે કે આ શો ક્યાં શૂટ થાય છે. રિપોર્ટસનું માનીએ તો અનુપમા સિરિયલનું શૂટિંગ મુંબઇની ફિલ્મ સિટીમાં થાય છે.
આ દિવસોમાં સિરિયલમાં અમેરિકાનો ટ્રેક ચાલી રહ્યો છે. લોકોનું માનવુ છે કે સિરિયલનું શૂટિંગ અમેરિકામાં થઇ રહ્યુ છે, પરંતુ આવુ નથી. શોનું શૂટિંગ જૂની જગ્યા પર જ થઇ રહ્યુ છે. રૂપાલી ગાંગુલીએ આ દિવસોમાં અનુપમાના સેટ પરથી અનેક ઘણી તસવીરો શેર કરતી રહે છે.
આ તસવીરોમાં સેટ પર થઇ રહેલી મસ્તીની ઝલક જોવા મળી રહી છે. આ તસવીરમાં રૂપાલી ગાંગુલી આશીષ મહરોત્રા સાથે જોવા મળી રહી છે. રૂપાલી ગાંગુલી દ્રારા શેર કરવામાં આવેલી તસવીરોમાં એક ખુણો નજરે પડી રહ્યો છે. આ તસવીર શાહ હાઉસની બહાર આવવા માટેની ગલીની છે.
આ ફોટામાં અનુપમાની સાથે નિશી સકસેના અને અશ્લેષા સાવંત નજરે પડી રહ્યા છે. સિરીયલમાં રૂપાલી ગાંગુલી એના ઓનસ્ક્રીન બાળકોની સાથે ઘણી વાર તસવીરો શેર કરતી રહેતી હોય છે. આ તસવીરમાં રૂપાલી ગાંગુલી અને એમના ચાર ઓનસ્ક્રીન બાળકોની છે.
ફોટાના બેકગ્રાઉન્ડમાં કપાડિયા હાઉસ જોવા મળી રહ્યુ છે. રૂપાલી ગાંગુલીનો આ ફોટો અશ્લેષા સાવંતની સાથે છે. આ તસવીરમાં અશ્લેષા સાવંત રૂપાલી ખોળામાં માથુ નાખીને સૂતેલી જોવા મળે છે. આ ફોટો જોતાની સાથે એક નજરે ગમી જાય એવો છે.
રૂપાલી ગાંગુલીએ સાગર પારેખ સાથે તસવીર ક્લિક કરીને શેર કરી છે. આ તસવીરમાં તમે જોઇ શકો છો બન્ને વચ્ચે કેટલુ ગજબનું બોન્ડિંગ છે.SS1MS