“અનુપમા”માં રૂપાલી સાથે કામ કરવાની મજા આવે છે: અમન મહેશ્વરી
મુંબઈ, અમન મહેશ્વરી પોપ્યુલર શો અનુપમામાં જાેવા મળી રહ્યો છે. હાલમાં તેણે રૂપાલી ગાંગુલી અને અપરા મહેતા સાથે કામ કરવાના અનુભવને વર્ણવ્યો હતો. પોતાના પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘અનુપમામાં હાલ નવો ટ્રેક જાેવા મળી રહ્યો છે, જેમાં મારા પાત્રનું નામ નકુલ છે. Rupali Ganguly Starrer TV Serial Anupama
હું રૂપાલી મેમ અને અપરા મેમ તેમ બંને સાથે સ્ક્રીન શેર કરી રહી છું. અપરા મેમ મારા ગુરુ માના રોલમાં છે. ગુરુકુળ ટ્રેક છે, જ્યાં અનુપમા હંમેશાથી અમેરિકા જવાનું અને ક્લાસિકસ ડાન્સર બનવાનું સપનું જાેતા હતા. હું ગુરુ માનો ફેવરિટ વિદ્યાર્થી છું અને તેઓ લેજેન્ડ છે.
હું તેવા મુખ્ય વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છું જે ગુરુ મા સાથે છે. તેણે ઉમેર્યું હતું કે મેં જ અનુપમાની ઓળખાણ ગુરુ મા સાથે કરાવી હતી, જેથી અમે તેમને અમારી સાથે અમેરિકા લઈ જઈ શકીએ અને અમારા યુએસએ ગ્રુપમાં જાેડી શકીએ. અનુપમા ડાન્સમાં સારા છે અને તે મારા કરતાં વધારે સારો ડાન્સ કરી શકે છે તેવી ગુરુ મા પર પોતાની સારી છાપ છોડી રહ્યા હોવાથી મને ઈર્ષ્યા થવાનું શરૂ થાય છે.
રૂપાલી ગાંગુલી સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘રૂપાલી મેમ અદ્દભુત એક્ટર છે. તેમના માટે એક્સપ્રેશન બદલવા તે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ જેવું છે. તેમની સાથે સ્ક્રીન શેર કરીને પોતાને ધન્ય માનું છું. તેઓ તેમના કામને સારી રીતે સાણે છે. જીવનને કેવી રીતે માણવું તે તેમને ખહર છે.
તેઓ પ્રાણી પ્રેમી છે. તેમને મારી જેમ શ્વાન ગમે છે. મને શ્રેષ્ઠ વહુ રૂપાલી મેમ અને શ્રેષ્ઠ સાસુ અપરા મેમ સાથે કામ કરવાની તક મળી તે માટે ખુશ છું. મેં બંને સાથે એક તસવીર શેર કરી હતી અને રૂપાલી મેમએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘ગુરુકુળ ટ્રિઓ’ લખીને શેર કરી હતી. અદ્દભુત લોકો સાથે સ્ક્રિન શેર કરવા મળી રહી છે તે માટે આજીવન યાદ રાખવા જેવી ક્ષણ છે.
અગાઉ ઈન્ટરવ્યૂમાં અમન મહેશ્વરીએ ‘અનુપમા’ના સેટ પરના વાતાવરણ વિશે વાત કરી હતી. સમરના રોલમાં જાેવા મળેલા પારસ કલનાવતે એક ફેનના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘જાે તક મળી તો અનુપમાના ૮૦ ટકા કલાકારો શો છોડવા માગે છે પરંતુ જાેખમ લેવાની હિંમત દરેક કોઈમાં નથી હોતી’.
ત્યારે તેના પર પ્રતિક્રિયા આપતાં એક્ટરે કહ્યું હતું કે ‘હું પારસની વાત સાથે સંમત નથી. પ્રોડક્શન હાઉસસ સ્વીટ છે અને સેટ પરનું વાતાવરણ હેલ્ધી છે. અન્ય સેટ પર તમારી સમસ્યાનો ઉકેલ આવતો નથી અને જ્યાં સુધી તમે લીડ રોલમાં ન હો ત્યાં સુધી ગંભીરતાથી લેતા નથી. પરંતુ અહીંયા તેવું નથી. અનુપમામાં જ્યારે મારો પહેલો શોટ હતો ત્યારે રૂપાલી મેમએ મને મદદ કરી હતી. અનુપમા સીરિયલમાં અમન મહેશ્વરીનું કાસ્ટિંગ માત્ર ૧૫ મિનિટમાં થયું હતું.
આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મને હું માલતી દેવીના ફેવરિટ શિષ્યનું પાત્ર ભજવીશ તેમ કહેવામાં આવ્યું હતું. મેં છ મહિના સુધી સાલસાની ટ્રેનિંગ લીધી છે. હું કથ્થક કરી શકીશ કે નહીં તેમ કહેવામાં આવ્યું હતું. મેં તેમને બે કલાકની ટ્રેનિંગમાં પ્રોફેશનલની જેમ કરી શકીશ તેમ કહ્યું હતું. જે બાદ તેમણે મને કાસ્ટ કર્યો હતો’.SS1MS