રુષાદ અને કેતકીના રિસેપ્શનમાં અનુપમાના કલાકારોએ કરી ધમાલ
મુંબઈ, ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર રુષાદ રાણાએ ૪ જાન્યુઆરી બીજા લગ્ન કર્યા છે. ડિવોર્સના આશરે ૧૦ વર્ષ બાદ રુષાદ રાણાને સીરિયલ અનુપમાની ક્રિએટિવ ડાયરેક્ટર કેતકી વાલાવલકરના રૂપે પ્રેમ મળ્યો છે. કેતકી અને રુષાદે ૪ જાન્યુઆરીએ મુંબઈમાં રિવાજાે પ્રમાણે લગ્ન કર્યા બાદ સાંજે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.
જેમાં ‘અનુપમા’ના કલાકારો ઉપરાંત ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા સેલિબ્રિટીઝ પણ પહોંચ્યા હતા. ટીવીના જાણીતા પ્રોડ્યુસર પૈકીના એક રાજન શાહી પણ કેતકી અને રુષાદના રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. ન્યૂલી વેડ રુષાદ રાણા અને કેતકી રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા ત્યારે સૌની નજર તેમના પર ચોંટેલી હતી.
કેતકી લાલ રંગના ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી હતી. જ્યારે રુષાદે બોટલ ગ્રીન રંગનો સૂટ પહેર્યો હતો. કેતકી અને રુષાદની જાેડી સુંદર લાગી રહી હતી.
રુષાદ અને કેતકીની રિસેપ્શન પાર્ટીમાં ‘અનુપમા’ના કલાકારો બની-ઠનીને આવ્યા હતા. અનુપમામાં બાનો રોલ કરતાં અભિનેત્રી અલ્પના બુચ પોતાના પતિ સાથે આવ્યા હતા. બંનેએ બ્લેક રંગના આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું હતું. કાવ્યાનો રોલ કરતી એક્ટ્રેસ મદાલસા શર્મા પોતાના પતિ મહાઅક્ષય સાથે આવી હતી.
બંનેએ બ્લેક રંગના આઉટફિટ પહેર્યા હતા. એક્ટર સુધાંશુ પાંડે પણ બ્લેક રંગના આઉટફિટમાં પહોંચ્યો હતો. રૂપાલી ગાંગુલી રિસેપ્શનમાં વ્હાઈટ રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં આવી હતી અને ખૂબ જ સુંદર લાગતી હતી. અનુજનો રોલ કરતો એક્ટર ગૌરવ ખન્ના પોતાની પત્ની સાથે પહોંચ્યો હતો.
મુક્કુનો રોલ કરનારી એક્ટ્રેસ અનેરી વજાણી પણ વ્હાઈટ રંગના ઓફ-શોલ્ડર ડ્રેસમાં સુંદર લાગતી હતી. જસવીર કૌર, એકતા સરિયા, તસનીમ નેરુકર, નિધિ શાહ વગેરે પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા. કેતકી અને રુષાદના રિસેપ્શનમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મુગ્ધા ચાફેકર, વ્હાબિઝ દોરાબજી, ડેલનાઝ ઈરાની અને તેનો ફિઆન્સે, નિશિ સક્સેના, પ્રગતિ મહેરા, સુચિત્રા પિલ્લાઈ વગેરે જેવા ટીવી સેલેબ્સ હાજર રહ્યા હતા. આ સિવાય ‘અનુપમા’ના પ્રોડ્યુસર રાજન શાહી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેતકી અને રુષાદે સગાઈમાં કેક કાપી હતી.
તેમના લગ્નની ખુશીમાં ૩ ટાયરની કેક લાવવામાં આવી હતી. જે બાદ તેઓ ‘અનુપમા’ના કલાકારો અને બાકી મિત્રો સાથે ડાન્સ કરતાં જાેવા મળી રહ્યા છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, કેતકી, રુષાદ, આકાંક્ષા ખન્ના વગેરે પાર્ટીમાં મન મૂકીને નાચતા જાેવા મળી રહ્યા છે. આ વિડીયો અને તસવીરો જાેતાં અંદાજાે લગાવી જ શકાય છે કે, રિસેપ્શનની પાર્ટીમાં સૌએ કેટલી મજા કરી હશે.SS1MS