રુશિલ ડિકોર આંધ્રપ્રદેશમાં વૈશ્વિક કક્ષાનો MDF પ્લાન્ટ બનાવશે
રુશિલનો ભારતમાં, વૈશ્વિક કક્ષાનો, ઓટોમેટેડ, મેક ઇન ઇન્ડિયા MDF પ્લાન્ટ વિસ્તારમાં આબોહવાના સંરક્ષણને વેગ આપશે
ઓટોમેટેડ, ઇન્ટેલિજન્ટ, ઇન્ટિગ્રેટેડ અને ઇનોવેટિવ પ્લાન્ટ સંસાધનોના અસરકારક ઉપયોગ તરફ કટિબદ્ધતા પૂરી કરવા દોરી જશે અને સ્થાનિક સમુદાયો, દેશ અને પૃથ્વી માટે ઉજ્જવળ ભવિષ્યમાં પ્રદાન કરશે
સ્માર્ટ લિવિંગ સોલ્યુશન્સમાં ગ્લોબલ લીડર રુશિલ ડિકોર (NSE: RUSHIL)એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં અચુતપુરમમાં પ્રથમ પ્રકારનો, વૈશ્વિક કક્ષાનો, કૃષિવન્ય-આધારિત, પર્યાવરણને અનુકૂળ, સસ્ટેઇનેબલ ફ્યુચર બોર્ડ્સ (મીડિયમ ડેન્સિટી ફાઇબરબોર્ડ કે MDF) બનાવવાનો પ્લાન્ટ સ્થાપિત કરીને એની વૈશ્વિક કામગીરી વધારી છે, જે આધુનિક રહેણાક અને વાણિજ્યિક સ્પેસમાં પરિવર્તન લાવશે. Rushil’s world-class automated make in India MDF plant to boost climate protection in the region
સ્માર્ટ ઉત્પાદન અને સંપૂર્ણ ઓટોમેટેડ રોબોટિક ઉત્પાદનથી સંચાલિત ટેકનોલોજીકલ રીતે અદ્યતન પ્લાન્ટ કાચો માલ મેળવવા કૃષિવન્ય-પ્લાન્ટેશનની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત છે, સતત આજીવિકા પેદા કરે છે, પરિવહનની અસર ઘટાડે છે અને ઉત્સર્જન ઓછું કરે છે.
આ સંપૂર્ણ-સંકલિત પ્લાન્ટમાં રોકાણ મહત્વપૂર્ણ છે અને રૂ. 500 કરોડથી વધારે છે. રોકાણ રુશિલ ડિકોરના લાંબા ગાળાના સ્વદેશી ઉત્પાદનમાં વધારાના અને કાર્યકારી કાર્યદક્ષતા હાંસલ કરવાના વિઝનને સુસંગત છે, જેના પગલે મૂલ્ય-સંવર્ધિત સોલ્યુશન્સની રેન્જ વધશે અને વ્યવસાય અને પૃથ્વીની સાતત્યતામાં એની કટિબદ્ધતા મજબૂત થશે.
રુશિલ ડિકોર લિમિટેડ, ઇન્ડિયાના સીએમડી કૃપેશ જી ઠક્કરે કહ્યું કે, “રુશિલ ડિકોરનો ઓટોમેટેડ, ઇન્ટેલિજન્ટ, ઇન્ટિગ્રેટેડ અને ઇનોવેટિવ પ્લાન્ટ સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવા તરફ દોરી જશે અને સ્થાનિક સમુદાયો, દેશ અને પૃથ્વી માટે ઉજ્જવળ ભવિષ્યમાં પ્રદાન કરશે.
આંતરરાષ્ટ્રીય બજારોને ઝડપથી ડિલિવરીઓ કરવા વ્યૂહાત્મક સ્થાને સ્થિત RDLનો નવો વૈશ્વિક કક્ષાનો, મેક-ઇન-ઇન્ડિયા પ્લાન્ટ દેશની MDFની હાલની ઉત્પાદન ક્ષમતા વધારશે, ખર્ચાળ આયાત ઘટાડશે તથા દેશના વિદેશી હૂંડિયામણની બચત કરશે – જે શ્રેષ્ઠ પૃથ્વીને આકાર આપશે.”
વાર્ષિક આશરે 2,40,000 CBMની સંપૂર્ણ ક્ષમતા સાથે આ ઓટોમેટેડ પ્લાન્ટ દુનિયામાં સૌથી મોટા, સૌથી વધુ અદ્યતન, સલામત અને સ્માર્ટ ઉત્પાદન પ્લાન્ટ પૈકીનો એક છે, જે એન્જિનીયર્ડ ફાઇબરબોર્ડના ઉદ્યોગમાં મહત્વપૂર્ણ રોકાણ ધરાવે છે. આ પ્લાન્ટની મદદ સાથે RDL સંપૂર્ણ વપરાશક્ષમતા સાથે MDF સેગમેન્ટમાં વેચાણમાંથી રૂ. 1000 કરોડની આવક થવાની સંભવિતતા ધરાવે છે.
ઉદ્યોગની ઉપયોગી જાણકારીઓ મુજબ, ઉપભોક્તામાં વધતી જાગૃતિ અને ઉપયોગિતાની બહોળી રેન્જ ભારતમાં MDFની સ્વીકાર્યતા અને વપરાશમાં વધારો કરે છે. ઉદ્યોગને વર્ષ 2021માં અંદાજે રૂ. 3,000 કરોડમાંથી 15થી 20 ટકાના સીએજીઆર પર નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં આ બજાર રૂ. 6,000નું થઈ જવાની ધારણા છે.
ભારત MDFની મહત્વપૂર્ણ કંપની છે, જેનો ઉપયોગ અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામગ્રીઓ તરીકે થયા છે. ઝડપી શહેરીકરણ, રિયલ્ટીની કામગીરીમાં વધારો અને વિભક્ત કુટુંબોમાં વધારાને ધ્યાનમાં રાખીને પર્યાવરણને અનુકૂળ અને જવાબદાર ઉત્પાદનો ઇચ્છતાં સમજુ ગ્રાહકો અને આધુનિક ઓફિસો MDFની વૃદ્ધિને વેગ આપશે,
જેના પગલે કાર્બનનું ઉત્સર્જન ઘટશે. આ વૃદ્ધિ ભારતીય વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએચ) ફર્નિચર બજારને આભારી હશે, જે નાણાકીય વર્ષ 2025-26માં 3.49 અબજ ડોલરનું થવાની અપેક્ષા છે. MDFનો આશરે 60 ટકા વપરાશ વાણિજ્યિક ઉપયોગ માટે થાય છે, છતાં રહેણાંક સેગમેન્ટમાં એનો વપરાશ વધી રહ્યો છે. વિકસિત દેશોમાં 70 ટકા બજારહિસ્સાની સરખામણીમાં MDF ભારતમાં ફક્ત 30 ટકા બજારહિસ્સો ધરાવે છે, જે MDF માટે ઊંચી સંભવિતતાને વ્યક્ત કરે છે.
MDF એક એન્જિનીયર્ડ પ્રોડક્ટ છે, જે ઊંચા દબાણ હેઠળ થર્મોસેટિંગ રેઝિન્સ અને વેક્સનો ઉપયોગ કરીને લાકડાનાં રેષાના બોન્ડમાંથી બનેલી છે, જેમાંથી ઊંચા તાપમાને અને દબાણે સુંદર પેનલ્સ બને છે અને આ ઉત્પાદનો અતિ મજબૂત હોય છે. MDFની ઘણી ગુણવત્તાઓ એને લાકડાં, પ્લાયવૂડ અને પાર્ટિકલ બોર્ડ માટે આદર્શ રિપ્લેસમેન્ટ બનાવે છે.