અમદાવાદ એરપોર્ટ પરથી બોમ્બ હોવાનો કોલ મળતા તંત્રમાં દોડધામ
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પરથી જીવતો મળ્યો હોવનો ફોન આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એરોપોર્ટ ઝ્રજીૈંહ્લ દ્વારા કોલ મળ્યો હતો. તેને લઈને એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, ફ્લાઇટ અમદાવાદથી વાયા દિલ્હી થઈ ચંદીગઢ જઈ રહી હતી. ત્યારે ટિકિટના વિવાદને લઈને પેસેન્જરે બોમ્બ હોવાનો કોલ કર્યો હતો. ત્યારે બોમ્બ સ્કોવોડે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી કાર્યવાહી કરતા જાણ થઈ હતી કે, ફ્લાઇટ રોકાવવા માટે કોઈ વ્યક્તિએ ફોન કરીને અફવા ફેલાવી હતી. ત્યારે પોલીસે ફોન કરનારા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ૨૬મી જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી એક તરફી પ્રેમમાં પાગલ હતો અને જેને લઇને પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળ ની કાર્યવાહી શરૂ કરી છે.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોસ્કોથી ગોવા જઈ રહી હતી. તેમાં બોમ્બની આશંકાને લઈને જામનગર એરપોર્ટ પર તેનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ જામનગરની એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતના સુરક્ષા કર્મીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. જિલ્લા કલેક્ટર સહિત પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાલ એરપોર્ટમાં છે અને જામનગર એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોર્ડ પણ પહોંચી ગઈ છે. તેમજ ૫થી વધુ એમ્બ્યુલન્સ પણ હાલ એરપોર્ટ પર પહોંચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, મોસ્કોથી આવતી આ ફ્લાઇટ ચાર્ટર પ્લેન છે. આ પ્લેન જામનગર શહેર પર ૨૦ મિનિટથી વધુ સમયથી ચક્કર લગાવતું હોવાની પણ સૂત્રોમાંથી માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, લોકો ઘણીવાર પોતાના સ્વાર્થ ખાતર આ પ્રકારના કામ કરતા હોય છે. છેલ્લા ઘણાં સમયથી આ પ્રકારની ઘટનાઓમાં વધારો જાેવા મળ્યો છે.