Western Times News

Gujarati News

રશિયાએ શરૂઆતના ટ્રાયલ પછી બીજી વેક્સીનને મંજૂરી

Files Photo

મોસ્કો: રશિયાએ કોવિડ-૧૯ની બીજી વેક્સીનને શરૂઆતી ટ્રાયલ પછી મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને બુધવારે એક સરકારી બેઠકમાં આ જાહેરાત કરી હતી. વેક્સીનને સાઇબેરિયામાં વેક્ટર સંસ્થાન દ્વારા વિકસિત કરવામાં આવી છે અને તેણે ગત મહિને પ્રારંભિક તબક્કાના માનવ પરિક્ષણોને પુરા કરી લીધા છે. જોકે પરિણામ હજુ સુધી પ્રકાશિત થયા નથી અને મોટા પ્રમાણમાં પરિક્ષણ, જે ત્રીજા ચરણના રૂપમાં ઓળખાય છે, તે હજુ સુધી શરૂ થયા નથી. રાજ્ય ટીવી પર પ્રસારિત ટિપ્પણીઓમાં પુટિને કહ્યું કે અમને પહેલા અને બીજા વેક્સીનનુ ઉત્પાદન વધારવાની જરૂર છે. અમે પોતાના વિદેશી સહયોગીઓ સાથે સહયોગ કરવાનું યથાવત્‌ રાખીશું અને વિદેશોમાં પોતાની વેક્સીનને વધારીશું, પેપ્ટાઇડ આધારિત એપીવૈકકોરોના નામની આ વેક્સીન છે.

રશિયામાં ઉપયોગ માટે લાયસન્સ મેળવવાના મામલામાં બીજા નંબરે છે. નોવોસિર્બિસ્‌કમાં ૧૮ અને ૬૦ વર્ષની ઉંમરમાં ૧૦૦ વોલેન્ટિયર્સ પર એક પ્લેસબો નિયંત્રિત પરિક્ષણ કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સીએ ઉપભોક્તા સુરક્ષા પ્રહરી, જે સંસ્થાની દેખરેખ કરે છે તેના હવાલાથી જણાવ્યું કે એપીવૈકકોરોનાનું મોટા પ્રમાણમાં માનવ પરિક્ષણ નવેમ્બર કે ડિસેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.

ઇન્ટરફેક્સ સમાચાર એજન્સી પ્રમાણે ટ્રાયલમાં ૩૦,૦૦૦ વોલેન્ટિયર્સ સામેલ થાય તેવી આશા છે. જેમાં પહેલા ૫૦૦૦ સાઇબેરિયાના નિવાસી હશે. આ પહેલા મોસ્કોના ગેમાલેયા સંસ્થાન દ્વારા વિકસિત સ્પુતનિક વીને ઓગસ્ટમાં ઘરેલું ઉપયોગ માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું. આ વેક્સીન એડેનોવાયરસ વેક્ટરના આધાર પર, ત્રીજા તબક્કાના પરિક્ષણો પહેલા પણ પંજીકૃત હતી. મોસ્કોમાં હાલ ૪૦,૦૦૦ લોકો પર તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.