Western Times News

Gujarati News

રશિયાનો યુક્રેન પર બોંબ, ડ્રોન અને મિસાઇલથી હુમલો, ૬નાં મોત

કીવ, રશિયાએ ગ્લાઇડ બોંબ, ડ્રોન અને એક બેલેસ્ટિક મિસાઇલથી સોમવારે દક્ષિણ અને પૂર્વ યુક્રેનના શહેરો પર હુમલો કર્યાે હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૬ નાગરિકોના મોત થયા છે, અને લગભગ ૩૦ લોકો ઘાયલ થયા છે. ટેલીગ્રામ મેસેજિંગ એપ પર એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘‘પ્રત્યેક દિવસ, પ્રત્યેક રાત, રશિયા એક જ પ્રકારનો આતંક કરે છે.’’

રશિયાએ તાજેતરમાં જ યુક્રેન પર હુમલાઓ તેજ કરી દીધા છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘‘યુક્રેનના લોકોને ડરાવવા અને યુદ્ધને ચાલું રાખવાની તેમની ઈચ્છાને ઓછી કરવા માટે આ એક સ્પષ્ટ પ્રયાસ છે, જે પોતાના ૧૦૦૦ દિવસીય માઈલસ્ટોન નજીક પહોંચી રહ્યો છે.’’

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે, રશિયાએ ડ્રોનથી માયકોલાઈવ પર હુમલો કર્યાે, જેમાં પાંચ લોકોના મોત થયા અને એક ૪૫ વર્ષીય મહિલા ઘાયલ થઈ છે. આ હુમલા પછી લગભગ બે ડઝન લોકોએ મનોવૈજ્ઞાનિક મદદ માંગી, જેમાં તેમના ઘર અને દુકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

જ્યારે જાપોરિજ્જિયા શહેર પર ત્રણ શક્તિશાળી ગ્લાઇડ બોંબ ફેંકવામાં આવ્યા, જેમાં એક વ્યક્તિનું મોત અને ૨૧ લોકો ઘાયલ થયા હતા. જ્યારે ઝેલેન્સ્કીના ગૃહનગર ક્રિવી રિહમાં એક પાંચ માળની બિલ્ડિંગ પર રશિયાએ બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યાે, જેમાં આઠ લોકો ઘાયલ થયા હતા.

અહીંયા નોંધવું રહ્યું કે, રશિયા અને યુક્રેન બંને રાહ જોઈ રહ્યા છે કે જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિનો પદભાર સંભાળ્યા પછી અમેરિકા યુદ્ધ પર કેવી નીતિ અપનાવે છે. અમેરિકા યુક્રેનને સૈન્ય મદદ કરનાર સૌથી મોટો દેશ છે, પરંતુ ટ્રમ્પે કીવ(યુક્રેન)ને અબજો ડોલરની સહાય કરવાની બાઈડન સરકારની ટીકા કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.