Western Times News

Gujarati News

રશિયાએ ફરી યુક્રેન પર મિસાઈલ છોડી, પાંચ લોકોના મોત

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ૨૫ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરનો મામલો દક્ષિણ બંદર શહેર ઓડેસામાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ‘હેરી પોટર કેસલ’ તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા.

ન્યૂઝ પોર્ટલ ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ અનુસાર, હુમલામાં ગોથિક શૈલીમાં બનેલા કિલ્લા તેમજ આસપાસની રહેણાંક ઈમારતોને નુકસાન થયું છે. આ હેરી પોટર કિલ્લામાં એક ખાનગી કાયદા સંસ્થા ચાલતી હતી. મિસાઈલ હુમલા બાદના એક વીડિયોમાં ઈમારતમાં ભીષણ આગ જોવા મળી રહી છે.

ઓડેસા પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. આમાં રશિયન સેનાએ શહેર પર મિસાઈલ, ડ્રોન અને બોમ્બ છોડ્યા, જેના કારણે દરિયા કિનારે સ્થિત પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા બળીને ખાખ થઈ ગઈ. લગભગ ૨૫ મહિના પહેલા યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ઓડેસાનું બંદર શહેર અવારનવાર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલાનું નિશાન બન્યું છે.

પ્રાદેશિક ગવર્નર ઓલેહ કિપરે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલા અને ચાર વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા ૩૨ લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત ગંભીર છે. હુમલામાં માર્યા ગયેલા લોકો સિવાય, હુમલાને કારણે એક વ્યક્તિનું સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું.

યુક્રેનિયન નૌકાદળના પ્રવક્તા દિમિત્રો પ્લેટેનચુકે લશ્કરી ટેલિગ્રામ ચેનલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હુમલામાં ક્લસ્ટર વોરહેડ સાથે ઇસ્કેન્ડર-એમ બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે મિસાઇલોને રોકવી મુશ્કેલ છે. રશિયાએ હજુ સુધી તાજેતરના હુમલા અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.ઓડેસાના મેયર હેનાડી ટ્‌›ખાનોવે કહ્યું કે રશિયા દરિયા કિનારે ફરવા જઈ રહેલા લોકોને ગોળી મારીને મારી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.