Western Times News

Gujarati News

કિવ સહિત યુક્રેનના ઘણા વિસ્તારો પર રશિયાએ મિસાઇલ હુમલા કર્યાં

કિવ, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનો ગણગણાટ શરૂ થયો હતો, પણ પહેલાં યુક્રેન અને હવે રશિયાના આક્રમક હુમલાને પગલે આવી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રશિયાએ મંગળવારે કિવ સહિત યુક્રેનના ઘણા વિસ્તારો પર મિસાઇલ્સ અને ડ્રોન હુમલા કર્યા હતા.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેના સુરક્ષા દળોએ યુક્રેનના એરબેઝ અને દારુગોળાની ફેક્ટરીને નિશાન બનાવ્યા હતા. એરફોર્સના જણાવ્યા અનુસાર મિસાઇલ્સ અને ડ્રોન્સે યુક્રેનના ઘણા સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુક્રેનનું લગભગ અડધું એનર્જી (ઊર્જા) ઇન્ળાસ્ટ્રક્ચર યુદ્ધ દરમિયાન નાશ પામ્યું છે.

તેને લીધે દેશમાં વીજકાપ અને અંધારપટ વ્યાપક છે. યુક્રેનના એર ફોર્સે સવારે ૩ વાગ્યે બેલિસ્ટિક મિસાઇલની ચેતવણી આપી હતી અને થોડી મિનિટો પછી કિવમાં બે વિસ્ફોટ થયા હતા. કિવના ડાર્નિટ્‌સક્યી જિલ્લામાં પણ મિસાઇલ હુમલો થયો હતો.

જોકે, તેમાં કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. યુક્રેનના ઉત્તરપૂર્વ સુમી વિસ્તારમાં શોસ્ત્કા શહેરની નજીક હુમલા થયા હતા. જેમાં ૧૨ રહેણાક ઇમારત અને બે શાળાને નુકસાન થયું હતું.રશિયાના હુમલા એવા સમયે થયા છે જ્યારે લગભગ ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. નવા અમેરિકન પ્રેસિડેન્ટ ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાના છે અને તેમણે યુદ્ધ બંધ કરવા કટિબદ્ધતા દર્શાવી છે.

તેને લીધે યુક્રેનને અમેરિકન લશ્કરનો ટેકો ચાલુ રહેશે કે નહીં એ બાબતે આશંકા ઊભી થઈ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, તેના એર ડિફેન્સે મંગળવારે સવારે યુક્રેનના ૬૮ ડ્રોન્સને તોડી પાડ્યા હતા અને બ્લેક સીમાં માનવરહિત આઠ હોડીનો નાશ કર્યાે હતો.

જોકે, યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટરેટે દાવો કર્યાે હતો કે, તેની નેવીના ડ્રોને મંગળવારે રશિયાના હેલિકોપ્ટરને મિસાઇલ દ્વારા તોડી પાડ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.