Western Times News

Gujarati News

અમેરિકા સાથે સીધો હવાઇ સંપર્ક ફરી ચાલુ કરવા રશિયાની ઓફર

મોસ્કો, સંબંધોમાં સુધારો કરવા માટેની અમેરિકા સાથેની બીજા રાઉન્ડની મંત્રણામાં રશિયાએ વોશિંગ્ટન સાથે સીધો હવાઈ સંપર્ક પુનઃસ્થાપિત કરવાની ઓફર કરી છે.

ઇસ્તંબુલમાં બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓની બેઠકોમાં બંને દેશો રાજદ્વારી સેવાઓ બહાલ કરવા માટે પણ સંમત થયાં હતાં. રશિયા અને યુએસના રાજદ્વારીઓએ સંબંધિત દૂતાવાસની કામગીરીને સામાન્ય બનાવવાની ચર્ચાવિચારણા કરવા માટે ગુરુવારે ઇસ્તંબુલમાં બેઠક યોજી હતી.

યુક્રેન યુદ્ધ પછી બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી હતી. રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશોના રાજદ્વારીઓ એકબીજાના દેશોમાં સત્તાવાર ફરજો નિભાવી શકે તે માટેનું યોગ્ય વાતાવરણ ઊભું કરવા સંમતિ સધાઈ છે.

પરસ્પરના રાજદ્વારીઓને પ્રવૃત્તિઓ માટે અવિરત નાણા મળતા રહે તેની પણ સંમતિ સધાઈ હતી. રશિયાએ અમેરિકાને સીધા હવાઈ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાની સંભાવનાને ધ્યાનમાં લેવાની પણ દરખાસ્ત કરી હતી. જોકે આ મુદ્દે વોશિંગ્ટન તરફથી તાકીદે કોઇ પ્રતિક્રિયા આવી ન હતી.

રશિયાએ ૨૪ ફેબ્›આરી ૨૦૨૨ના રોજ યુક્રેન પર આક્રમણ કર્યા પછી યુએસ અને અન્ય પશ્ચિમી દેશોએ મોસ્કો પર ઘણા પ્રતિબંધો લાદ્યા હતાં. આ પ્રતિબંધોને ભાગરૂપે હવાઈ સંપર્કાે પણ કાપી નાખ્યાં છે. ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી બંને દેશોના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે.

અગાઉ ટ્રમ્પે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ ઉપરાંત આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરેબિયામાં બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી.

રિયાધમાં મોસ્કો અને વોશિંગ્ટન યુક્રેનમાં લડાઈ સમાપ્ત કરવા તથા તેમના રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવા માટે કામ શરૂ કરવા સંમત થયાં હતાં. તેમાં દૂતાવાસોમાં સ્ટાફને પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.