Western Times News

Gujarati News

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

મોસ્કો, યુક્રેન-રશિયા યુદ્ધને લગભગ ૨ વર્ષ થઈ ગયાં છે. દરમિયાનમાં, રશિયાએ સોમવારે તેના પરમાણુ એકમનું ડ્રિલ કર્યું હતું. જેમાં બોમ્બ, બેલેસ્ટિક અને ક્›ઝ મિસાઈલને એકસાથે ચોકસાઈ સાથે છોડવામાં આવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રેમલિનના પરમાણુ કેન્દ્રથી આ કવાયતનું જાતનિરીક્ષણ કર્યું હતું.

આ કવાયતની શરૂઆત પહેલા પુતિને કહ્યું હતું આજે અમે સ્ટ્રેટેજિક ડિટરન્સ યુનિટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આમાં પરમાણુ હથિયારોના ઉપયોગની પ્રેક્ટિસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રશિયા પરમાણુ હથિયારોનો અંતિમ ઉપાય તરીકે જ ઉપયોગ કરશે.

રશિયાની લશ્કરી નીતિમાં સિદ્ધાંત એ છે કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે જ્યારે દેશની સાર્વભૌમત્વની સુરક્ષા માટે તે જરૂરી હોય.પુતિને કહ્યું હતું કે ન્યુક્લિયર ટ્રાયડ આપણી સંપ્રભુતા અને સુરક્ષાની મજબૂત ગેરંટી છે. આ શક્તિઓ અમને વૈશ્વિક શક્તિઓ સાથે સંતુલન જાળવવામાં મદદ કરે છે.

પુતિને વધુમાં કહ્યું હતું કે રશિયા તેની સંરક્ષણ ટેન્કોલોજીના તમામ પાસાઓને મજબૂત કરવાનું ચાલુ રાખશે. અમારી પાસે રક્ષણ માટે પૂરતા સંસાધનો છે.

રશિયા તેના યુદ્ધના આયોજનમાં સતત ફેરફાર કરી રહ્યું છે. આગામી સમયમાં, રશિયન ફેડરેશનના વ્યૂહાત્મક મિસાઇલ દળોને નવી સ્થિર અને મોબાઇલ મિસાઇલ સિસ્ટમ્સમાં પરિવર્તિત કરવામાં આવશે.

આ સિસ્ટમની ખૂબી એ હશે કે તેમની સચોટતા વધુ હશે, પ્રક્ષેપણ માટે તૈયારીનો સમય ઓછો હશે અને મિસાઈલ વિરોધી પ્રણાલીઓને દૂર કરવાની ક્ષમતા પણ ઉમેરવામાં આવશે. સાથે જ, રશિયાના નૌકાદળના કાફલાને નવીનતમ પરમાણુ સબમરીન સાથે અપડેટ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એરફોર્સમાં લોંગ રેન્જ બોમ્બાર્ડિયર એરક્રાફ્ટનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.