યુક્રેન યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયા પાસેથી હથિયાર ખરીદવાની તૈયારીમાં રશિયા
નવી દિલ્હી, ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન રશિયા યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જાેંગ પાસેથી સૈન્ય હથિયારો ખરીદવાનો પ્રયાસ કરશે. અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે અમેરિકાને આશા છે કે કિમ જાેંગ આ મહિનાની અંદર મુલાકાત કરશે.
જાે કે તેમણે કહ્યું કે બેઠક ક્યાં અને ક્યારે થશે તે અંગે કોઈ પુષ્ટી થઇ નથી, પરંતુ ઉત્તર કોરિયાથી અંતરને જાેતા બંને નેતાઓ વચ્ચે પેસિફિક પોર્ટ સિટી વ્લાદિવોસ્તોકમાં મુલાકાત થઈ શકે છે.
અનુસાર, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને સોમવારે જણાવ્યું હતું કે રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ તાજેતરમાં પ્યોંગયાંગની યાત્રા કરી હતી અને ઉત્તર કોરિયાને રશિયાને આર્ટિલરી દારૂગોળો વેચવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
વોટસને કહ્યું હતું કે “અમારી પાસે માહિતી છે કે કિમ જાેંગ ઉન આ ચર્ચાઓ ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે, જેમાં રશિયામાં નેતા-સ્તરની રાજદ્વારી ભાગીદારીનો સમાવેશ થાય છે,” તેમણે કહ્યું કે અમેરિકા ઉત્તર કોરિયાને વિનંતી કરી રહ્યું છે કે “રશિયા સાથે તેની શસ્ત્ર વાટાઘાટો બંધ કરે અને પ્યોંગયાંગની સાર્વજનિક પ્રતિબદ્ધતાઓનું પાલન કરે જે રશિયાને શસ્ત્રો પૂરા પાડવા અથવા વેચશે નહીં.
રશિયાના સંરક્ષણ પ્રધાન શોઇગુએ કહ્યું કે બંને દેશોની સેનાઓ વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસોનું આયોજન થઇ શકે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે સૌપ્રથમ અહેવાલ આપ્યો હતો કે કિમ જાેંગે આ મહિને રશિયામાં પુતિનને મળવાની યોજના બનાવી છે.
વ્હાઇટ હાઉસે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેની પાસે એવી ગુપ્ત માહિતી છે કે શોઇગુની મુલાકાત બાદ પુતિન અને કિમે એકબીજાને પત્ર મોકલ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે શસ્ત્રોના વેચાણ પર રશિયન અને ઉત્તર કોરિયાની વાટાઘાટો આગળ વધી રહી છે.SS1MS