Western Times News

Gujarati News

રશિયાનો યુક્રેન પર મિસાઇલથી હુમલોઃ ૨૧ મોત

File

(એજન્સી)કિવ, રશિયા-યુક્રેન યુદ્ધમાં સીઝફાયરની મંત્રણાઓ વચ્ચે હુમલાઓ સતત વધી રહ્યા છે. રશિયાએ ફરી યુક્રેનના સુમીમાં બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઓછામાં ઓછા ૨૧ લોકો માર્યા ગયા હોવાની શક્્યતા છે.

રશિયન મિસાઈલ્સે શહેરના માર્ગો, સામાન્ય જન-જીવન, શાળા, વાહનો અને ઘરોને ટાર્ગેટ બનાવ્યા છે. આ હુમલો રવિવારે યુક્રેનના સુમી શહેરમાં થયો હતો. જેમાં શાળા પણ બળીને ખાખ થઈ હતી. આ હુમલા દરમિયાન લોકો ચર્ચ જઈ રહ્યા હતાં. એકબાજુ અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ માટે વિવિધ પ્રસ્તાવ રજૂ કરી રહ્યું છે. જેમાં તેણે યુક્રેનના બે ભાગલાં પાડવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી તેના પર હાવિ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં કરાયેલા હુમલામાં યુક્રેનના ૨૧ નાગરિકો માર્યા ગયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. યુક્રેન સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. યુક્રેને નિવેદન આપ્યું છે કે, વિશ્વએ તેને આકરો જવાબ આપવો જોઈએ.

અમેરિકા, યુરોપ અને વિશ્વનો પ્રત્યેક દેશ કે જે આ યુદ્ધ અને હત્યાઓનો અંત લાવવા માગે છે, તેઓએ રશિયાને આકરો જવાબ આપવો જોઈએ. રશિયા વાસ્તવમાં આતંક ફેલાવે છે અને યુદ્ધ બંધ કરવા માગતું નથી. રશિયા પર દબાણ વિના શાંતિ અસંભવ છે. ક્્યારેય રશિયા બેલિસ્ટિક મિસાઈલ તો ક્્યારેક ડ્રોન હુમલા મારફત આતંક ફેલાવી રહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચે સીઝફાયરના મુદ્દે બેઠક મળવાની હતી આ દરમિયાનમાં જ રશિયાએ હુમલો કરતાં વાતાવરણ ફરી તંગ બની ગયું છે. યુદ્ધ અટકાવવા માટે અમેરિકા સહિતનાં દેશો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે રશિયા સતત હુમલો કરે છે જોકે, બીજી બાજુ, યુક્રેન પણ અન્ય દેશોમાંથી આવેલાં હથિયારોનો ઉપયોગ કરી રશિયા ઉપર હુમલા કરે છે. જેના પરિણામે બંને દેશો વચ્ચે શાંતિ સ્થપવાને બદલે યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.