Western Times News

Gujarati News

રશિયાનો યુક્રેન પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો

File

યુક્રેને હુમલાની પુષ્ટિ કરી: ક્રૂઝ મિસાઈલો છોડવા માટે રશિયાએ બોમ્બર ટીયુ-૯૫એમએસનો ઉપયોગ કર્યો

(એજન્સી)મોસ્કો, યુક્રેન-રશિયા યુદ્ધ હવે ભયાનક સ્થિતિમાં પહોંચી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. યુક્રેને અમેરિકન અને બ્રિટિશ મિસાઈલો વડે રશિયન શહેરોને નિશાન બનાવ્યા બાદ હવે રશિયાએ પણ પોતાનો દાવ ખેલ્યો છે. ગુરુવારે યુક્રેને કહ્યું કે લગભગ ૩ વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં રશિયાએ પહેલીવાર યુક્રેન પર ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છોડી છે.

રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેર પર ૨૧ નવેમ્બરે સવારે ૫ થી ૭ વાગ્યાની વચ્ચે ૈંઝ્રમ્સ્ મિસાઈલ વડે યુક્રેનિયન શહેર ડિનિપ્રો પર તાબડતોડ હુમલા કર્યા છે. આ માટે રશિયાએ ઇજી-૨૬ ઇેહ્વીડર મિસાઈલનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. જેને અસ્ત્રાખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી.

યુક્રેનની વાયુસેનાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ મિસાઈલ ઉપરાંત કિંઝલ હાઈપરસોનિક અને દ્ભૐ-૧૦૧ ક્રૂઝ મિસાઈલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનની વાયુસેનાએ એ વાતની પુષ્ટિ કરી છે કે, અમારી મહત્વપૂર્ણ સંસ્થાઓ, ઈમારતો અને માળખાને નુકસાન થયું છે. આ હુમલામાં બિન-પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ક્રૂઝ મિસાઈલો છોડવા માટે રશિયાએ તેના લાંબા અંતરના બોમ્બરનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બરોએ વોલ્ગોગ્રાડ વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. જ્યારે કિંઝલ હાઈપરસોનિક મિસાઈલોને તામ્બોવ વિસ્તારમાંથી ઉડાન ભરેલ ફાઈટર જેટમાંથી છોડવામાં આવી હતી.આ વચ્ચે રશિયાએ દાવો કર્યો છે કે, અમારી એર ડિફેન્સ સિસ્ટમે બે બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલોને તોડી પાડી છે. આ મિસાઈલોને યુક્રેને રશિયા તરફ છોડી હતી. પ્રથમ વખત યુક્રેને આ મિસાઈલનો ઉપયોગ રશિયા સામે કર્યો હતો.

૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ યુક્રેનિયન ઈન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે રશિયન સેના પોતાની ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ ઇજી-૨૬ ઇેહ્વીડરને છોડવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલ કપુસ્ટીન યાર એર બેઝથી લોન્ચ કરવામાં આવશે. આ વિસ્તારને અસ્ત્રાખાન પણ કહેવામાં આવે છે. આ મિસાઈલમાં પરમાણુ હથિયાર ન હોય તેવી શક્યતા છે.

પરંતુ ઓછી તીવ્રતાના પરમાણુ હથિયારો અથવા ખતરનાક પરંપરાગત હથિયારો લગાવી શકાય છે. આ મિસાઈલનું વજન ૩૬ હજાર કિલોગ્રામ છે. તેમાં એક સાથે ૧૫૦/૩૦૦ કિલોટનના ચાર હથિયારો લગાવી શકાય છે. એટલે કે આ મિસાઈલ સ્ૈંઇફ ટેક્નોલોજીથી સજ્જ છે. એટલે કે તે એક સાથે ચાર ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ મિસાઈલ હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલને લઈ જવા માટે પણ સક્ષમ છે.

આનો અર્થ એ છે કે હુમલો વધુ મજબૂત થઈ શકે છે. આ મિસાઈલની રેન્જ લગભગ ૬૦૦૦ કિલોમીટર છે. આ મિસાઈલ ૨૪,૫૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ તરફ આગળ વધે છે. એનો અર્થ એ કે, તેને રોકવું વિશ્વની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ માટે ખૂબ જ મુશ્કેલ છે.

તેને રોડ-મોબાઈલ લોન્ચરથી છોડી શકાય છે. તેને જમીન અથવા સમુદ્રમાંથી પણ છોડવામાં આવી શકે છે. ૈંઝ્રમ્સ્ને એક વ્યૂહાત્મક રક્ષણાત્મક હથિયાર માનવામાં આવે છે જેનો ઉપયોગ પરમાણુ યુદ્ધમાં કરવામાં આવી શકે છે. બીજી તરફ કોઈ મિસાઈલને ૈંઝ્રમ્સ્ કહેવા માટે તેમાં કમ સે કમ ૫,૫૦૦ કિલોમીટરની મારક ક્ષમતા હોવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.