Western Times News

Gujarati News

યુક્રેનના વધુ એક શહેર ઉપર રશિયાએ કબજો કર્યો

(એજન્સી) મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજુ પણ આ યુદ્ધ દિવસેને દિવસે ભયાનક રૂપ ધારણ કરી રહ્યું છે. તાજેતરમાં યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા ઘાતક હુમલા અને રશિયાના વળતા હુમલાએ આ યુદ્ધને વધુ ખતરનાક બનાવી દીધુ છે. આ મહાયુદ્ધની સૌથી ભયાનક બાબત એ છે કે તે ત્રણ વર્ષથી સતત ચાલુ જ છે.

એક તરફ યુક્રેન રશિયાની અંદર સેંધ લગાવીને તેની ધરતીને હચમચાવી રહ્યું છે તો બીજી તરફ રશિયન આર્મી સતત યુક્રેનના શહેરો પર કબજો કરી રહી છે.
રવિવારે રશિયન રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે, અમારી સેનાએ યુક્રેનના ડોનેટ્‌સક ક્ષેત્રમાં ઝોરિયા નામના શહેર પર કબજો કરી લીધો છે. આ સાથે જ રશિયાએ યુક્રેનના લગભગ ૨૦% પ્રદેશ પર નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.

એક અહેવાલ પ્રમાણે યુક્રેનમાં અત્યાર સુધીમાં રશિયન સેનાએ ૧,૧૨,૦૦૦ ચોરસ કિલોમીટરથી વધુ જમીન પર કબજો કરી લીધો છે. તેમાં ક્રીમિયા, ડોનેટ્‌સક, લુહાન્સ્ક, ખેરસાન અને ઝાપોરિÂજ્ઝયાનો મોટો ભાગ શામેલ છે. આ પ્રદેશ યુક્રેનના કુલ વિસ્તારના લગભગ પાંચમા ભાગ જેટલો છે. રશિયાની આ તાજેતરની સૈન્ય સફળતા અચાનક બનેલી ઘટના નથી.

સૈન્ય વિશ્લેષકોનું માનવું છે કે, રશિયા હવે ધીમી પણ સ્થિર ગતિએ પૂર્વી અને દક્ષિણ યુક્રેનમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ઝોરિયા જેવા નાના શહેર પર કબજો આ જ વ્યૂહરચનાનો હિસ્સો છે. આ વિસ્તાર અવદીવકા અને ચાસિવ યારની વચ્ચે સ્થિત છે અને બંને પક્ષો માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.