ફિનલેન્ડ, સ્વીડનના નાટો સભ્યપદ પર યુએસએની મહોરથી રશિયા પરેશાન
વોશિગ્ટન, રશિયાએ ઉઠાવેલા વાંધા વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનને અમેરિકાએ નાટોના સભ્યપદની મંજૂરી આપી દીધી છે. તેના માટે અમેરિકી સંસદના ઉચ્ચ સનદનમાં બુધવારે મતદાન થયું, અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થવાથી રક્ષા સહયોગને મજબૂતી મળશે અને તેનાથી સમગ્ર ટ્રાંસ અટલાંટિક ગઠબંધનને ફાયદો થશે.
અમેરિકાએ રશિયાના ટેંશનને વધારી દીધું છે. અમેરિકાએ ફિનલેન્ડ, સ્વીડનને નાટોના સભ્યપદને મંજૂરી આપી દીધી છે. આ વિષય પર નેટ પ્રાઈસે કહ્યું કે, અમેરિકી સેનેટ તરફથી સ્વીડન અને ફિનલેન્ડને નાટો સભ્યપદની મંજૂરી આપવી અમારા લાંબા ભાગીદારોને મળતુ અમેરિકી સહયોગને દર્શાવે છે. જે પશ્ચિમ સૈન્ય સંગઠનના વિસ્તરણમાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
પ્રેસિડેન્ટ જાે બિડેને બે પૂર્વ બિનસૈન્ય ઉત્તરી યૂરોપીય ભાગીદારોને સૈન્ય સંગઠનમાં સામેલ કરવાને લઈ મંજૂરી આપવી અને તેની દ્વિદળીય કોંગ્રેસમાં પુષ્ટિની પ્રક્રિયાને તેજ કરવાનું આહ્વાન કર્યું હતું.
સ્વીડન, ફિનલેન્ડને નાટોમાં સામેલ કરવા પર વિચાર સ્વીડન, ફિનલેન્ડને નાટોમાં સામેલ કરવા પર વિચાર જ્યારે બીજી તરફ નાટોના ૩૦ અન્ય સભ્ય દેશ સ્વીડન અને ફિનલેન્ડને નવા સભ્ય તરીકે સામેલ કરવાની પ્રક્રિયા પર વિચાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે બંને દેશોના વલણમાં આ વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા બાદ મોટો બદલાવ આવ્યો.
અમેરિકા અને યુરોપે રશિયાને અલગ કરવા માટે કેટલાય પ્રકારની રણનીતિ ઘડી. અમેરિકી સેનેટમાં એક સંશોધન સેનેટર રેંડ પોલ તરફથી પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, જે મુજબ સભ્ય દેશોની રક્ષા માટે નાટોની ગેરેન્ટી કોંગ્રેસ દ્વારા સૈન્ય ઉપયોગની મંજૂરી આપવાના અધિકારનું સ્થાન નહીં લે. રશિયાને અલગ કરવાનું પ્લાનિંગ યુક્રેન પર રશિયાના હુમલા બાદ ફિનલેન્ડ અને સ્વીડન ઘણાં ડરી ગયાં હતાં.
કદાચ આ કારણે જ તેઓ નાટોનું સભ્યપદ લેવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે અમેરિકા અને અન્ય યુરોપીય દેશ પણ રશિયાને અલગ કરવા માંગે છે.SS1MS