યુદ્ધવિરામની જાહેરાત છતાં રશિયાના હુમલા ચાલુ રહ્યા

કીવ, યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કીએ રવિવારે આક્ષેપ કર્યાે હતો કે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં શનિવારથી રવિવારની રાત્રિ સુધી ૩૦ કલાકના ઇસ્ટર યુદ્ધવિરામની જાહેરાત કરી હોવા છતાં રશિયાએ રાત્રે યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યાં હતાં. રશિયા યુદ્ધવિરામનો માત્ર ઢોંગ કરી રહ્યું છે.
ઝેલેન્સ્કીએ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે ઇસ્ટરની મો‹નગમાં આપણે કહી શકીએ છીએ કે રશિયાની આર્મી યુદ્ધવિરામનો દેખાડો કરી રહી છે. તેને યુક્રેનને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખ્યું છે. પુતિને શનિવારે કામચલાઉ ધોરણે ઇસ્ટર યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આમ છતાં રશિયાએ ફ્રન્ટ લાઇન સહિતના વિસ્તારોમાં ૫૯ જગ્યાએ ગોળીબાર કર્યા હતાં. આશરે ડઝનેક ડ્રોન હુમલા પણ થયા હતાં.
જોકે સારી વાત હતી કે કોઈ હવાઈ હુમલાની સાયરન વાગી ન હતી. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે પુતિનનો તેમની સેના પર સંપૂર્ણ નિયંત્રણ નથી અથવા પરિસ્થિતિ સાબિત કરે છે કે રશિયામાં તેમનો યુદ્ધ સમાપ્ત કરવા તરફ કોઈ વાસ્તવિક પગલું ભરવાનો કોઈ ઈરાદો નથી, અને તેઓ ફક્ત પીઆર કવરેજમાં રસ ધરાવે છે. રશિયાએ યુદ્ધવિરામની શરતોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.
યુક્રેન રવિવાર મધ્યરાત્રિથી શરૂ થઈને ૩૦ દિવસ માટે યુદ્ધવિરામ લંબાવવા માટે તૈયાર છે. આ દરખાસ્ત માત્ર ટેબલ પર રહી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે અમે ભૂમિ પરની વાસ્તવિક સ્થિતિ મુજબ વળતા પગલાં લઈશું.ખેરસનમાં રહેલા રશિયાના અધિકારીઓ પણ દાવો કર્યાે હતો કે યુક્રેનની આર્મીએ હુમલા ચાલુ રાખ્યાં હતાં. પુતિને શનિવારે મોડી રાત્રે મોસ્કોના કેથેડ્રલ ઓફ ક્રાઇસ્ટ ધ સેવિયર ખાતે ઇસ્ટર પાર્થના કરી હતી.SS1MS