સમગ્ર અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પની નીતિઓ સામે દેખાવો

ન્યૂયોર્ક, અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની વિરુદ્ધમાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિત દેશભરના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા. વ્હાઇટ હાઉસ સામે વિશાળ રેલી અને એલન મસ્કની ટેસ્લાની ડીલરશીપ સામે વિરોધી દેખાવો થયા હતાં.
આશરે બે સપ્તાહ પહેલા પણ ટ્રમ્પ અને મસ્કની નીતિઓની સામે હેન્ડસ ઓફ વિરોધી દેખાવો થયાં હતાં. બોસ્ટનમાં એક પ્રદર્શનકારીએ જણાવ્યુ હતું કે અમેરિકનો પર તેની જ સરકાર તરફથી હુમલો થઈ રહ્યો છે અને તેમણે તેની સામે ઉભા રહેવાની જરૂર છે.
આ અમેરિકાની સ્વતંત્રતા માટે ખૂબ જ જોખમી સમય છે. ડેનવરમાં સેંકડો દેખાવકારો કોલોરાડો સ્ટેટ કેપિટોલ ખાતે એકઠા થયાં હતાં અને ઇમિગ્રન્ટ્સને સમર્થન વ્યક્ત કર્યું હતું.
હજારો લોકોએ ઓરેગોનના પોર્ટલેન્ડમાં પણ વિશાળ રેલી કાઢી હતી. સાન ળાન્સિસ્કોમાં સેંકડો લોકોએ પેસિફિક મહાસાગરના કિનારે રેતાળ બીચ પર “ઇમ્પીચ એન્ડ રિમૂવ” શબ્દો લખ્યાં હતાં.
પ્રેસિડન્ટ ટ્રમ્પના સલાહકાર ઇલોન મસ્કની ટેસ્લા કારના ડીલરશીપની બહાર પણ ઠેરઠેર વિરોધી દેખાવો થયા હતાં. વિરોધી દેખાવના ભાગરૂપે ઘણા લોકોએ સ્થાનિક આશ્રયસ્થાનોમાં ફૂડ ડ્રાઇવ, શિક્ષણ અને સ્વયંસેવા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું.
વિરોધી દેખાવના આયોજકોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ નાગરિક હકો અને બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. હજારો સરકારી કર્મચારીઓને છટણી, અને સમગ્ર સરકારી એજન્સીઓને બંધ કરવી તથા હજારો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ જેવા પગલાંનો વિરોધ થયો હતો.કેટલાંક વિરોધી દેખાવો ૨૫૦ વર્ષ પહેલાના ક્રાંતિકારી યુદ્ધની ભાવના પર આધારિત હતાં.
ન્યુ યોર્કમાં લોકો શહેરની મુખ્ય લાઇબ્રેરીની બહાર એકઠા થયા હતાં અને તેમના હાથમાં ‘નો કિંગ્સ ઇન અમેરિકા’ અને ‘જુલમ સાથે પ્રતિકાર’ જેવા નારા લખેલા પોસ્ટરો હતાં. કોનકોર્ડ વિરોધ પ્રદર્શનમાં સામેલ બોસ્ટનના રહેવાસી જ્યોર્જ બ્રાયન્ટે હાથમાં ‘ટ્રમ્પનું ફાસીવાદી શાસન હવે જવું જોઈએ’ લખેલું પ્લેકાર્ડ હતું. બ્રાયન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ કોર્ટનો અનાદર કરે છે.
વિદ્યાર્થીઓનું અપહરણ કરે છે. આ ફાસીવાદ છે.કોલંબિયામાં સેંકડો લોકોએ સ્ટેટહાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમના હાથમાં ‘ફાઇટ ફીયર્સલી હાર્વર્ડ, ફાઇટ’ જેવા સૂત્રો લખેલા પોસ્ટરો હતાં. મેનહટનમાં વિરોધીઓએ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ સામે ન્યુ યોર્ક પબ્લિક લાઇબ્રેરીથી સેન્ટ્રલ પાર્ક તરફ અને ટ્રમ્પ ટાવરની સામે રેલી કાઢી હતી. તેમણે ‘નો ફીયર, નો હેટ, નો ૈંઝ્રઈ’ જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતાં.SS1MS