Western Times News

Gujarati News

અનેક વિદ્યાર્થીઓ રોમાનિયા અને પોલેન્ડની બોર્ડર તરફ આગળ વધ્યા

સંતરામપુર, મહિસાગરની વિદ્યાર્થિની, અને બોરસદનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો

(એજન્સી) અમદાવાદ, યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓનું પહેલુ ગ્રૂપ આવી ચૂક્યુ છે. જેથી તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ હજી પણ અસંખ્યા વિદ્યાર્થીઓ એવા છે જેઓ યુક્રેનમાં ફસાયેલા છે. યુક્રેનમાં અસંખ્ય વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે મદદની રાહ જાેઈને બેસ્યા છે. Russian invasion of Ukraine: Indian students at a shelter in Poland.

કોઈ બંકરમાં છુપાયુ છે, તો કોઈ ભૂખ્યુ રૂમમાં પડ્યા છે. તો અનેક વિદ્યાર્થીઓ રોમાનિયા અને પોલેન્ડની બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે, જેથી મદદ મળી શકે. આવામાં યુક્રેનથી પરત ભારત આવવા નીકળેલા વિદ્યાર્થીઓ પૈકી ૭૧ વિદ્યાર્થીઓ પોલેન્ડ જતી વેળાએ મેડીકા બોર્ડર ખાતે અટવાયા છે.

આ વિદ્યાર્થીઓ અને તેમના ગુજરાતમાં બેસેલા વાલીઓએ તેમની મદદ કરવા સરકાર પાસે ગુહાર લગાવી છે. આ અટવાયેલા વિદ્યાર્થીઓમાં ગોધરા ખાતે રહેતા બે પરિવારના વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

ભારત આવવા અનેક વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર તરફ આગળ વધી રહ્યાં છે. ત્યારે હાલ ૭૧ વિદ્યાર્થીઓ પોલેન્ડ તરફ જવા આગળ વધી રહ્યા છે. જાેકે, યુક્રેન આર્મીએ તેમને આગળ જવા નથી દીધા. વિદ્યાર્થીઓને આગળ નહિ જવા દેતા તમામ માઇનસ ૧૫ ડિગ્રીમાં ઠુઠવાઈ રહ્યાં છે.

ગત રાત્રિથી તેઓ અટવાયા છે. તેમના મોબાઈલની બેટરી પણ ઉતરવા લાગી છે, જેથી તેઓ તેમના વાલી સાથે સંપર્ક કરી શક્યા નથી. ડિસ્ચાર્જ થવા ઉપરાંત નેટવર્ક પોબ્લેમને લઈ ગુજરાતમાં રહેતા તેમના વાલીઓએ આખી રાત ચિંતામાં વિતાવી છે. ગોધરાનો હર્ષિલ જાેશી હાલ આ લોકો સાથે ફસાયો છે.

વિદ્યાર્થીઓને ૩૦ કિમી જેટલું માઇનસ ૧૫ ડિગ્રી વાતાવરણમાં ચાલવાની સ્થિતિ ઉભી તેમની હાલત કફોડી બની છે. ચાર બેગનો સામાન સાથે હોવાથી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.  આણંદના બોરસદમાં રહેતો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો છે. સરહદ બંધ થઈ જતા વિદ્યાર્થી પોલેન્ડમાં ફસાયો છે.

અભ્યાસ માટે ગયેલો મુન્સી ફજલુરહેમાન ફસાયો છે. પોલેન્ડની સરહદે માઈનસ ૪ ડિગ્રીમાં રહેવા મજબૂર બન્યો છે. પુત્રને પરત લાવવા પરિવારજનોએ સરકારને અપીલ કરી છે.

મહિસાગરની વિદ્યાર્થિની પણ યુક્રેનમાં ફસાઈ છે. યુક્રેનના કીવમાં સંતરામપુરની વિદ્યાર્થિની ફસાઈ છે. વીડિયો બનાવી વિદ્યાર્થિનીએ સરકાર પાસે મદદ માંગી છે. છેલ્લા ત્રણ દિવસથી જમી કે ઊંઘી ના હોવાનું તેણે વીડિયોમાં કહ્યું છે. નવસારીનો જીગર વોરા પોલેન્ડ બોર્ડર પર ફસાયો છે.

પોલેન્ડમાં એન્ટ્રી ના મળતા વિદ્યાર્થીઓ ફસાયા છે. જીગર વોરા સહિત ૩૦૦ વિદ્યાર્થી અટવાયા છે. આ વિદ્યાર્થીઓ પાસે ખાવા-પીવા માટેની વસ્તુઓ પણ નથી. બીજી તરફ ભારતમાં રહેતા વાલીઓની સંતાનોની ચિંતામાં ઊંઘ ઉડી ગઈ છે. તેઓ પોતાના સંતાનોને પરત લાવવા આજીજી કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.