અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટના કેસમાં રશિયન શખ્સની ધરપકડ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. તાજેતરમાં, ૫૫ વર્ષીય વેપારીને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની તપાસ દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસે એક રશિયન નાગરિકની ધરપકડ કરી છે, જે આ છેતરપિંડી કરતી ગેંગનો સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.
આ ગેંગ કસ્ટમ ઓફિસર અથવા પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને લોકોને ધમકાવતી હતી અને ડિજિટલ એરેસ્ટના નામે તેમની પાસેથી પૈસા પડાવતી હતી. આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને, તેઓ ભોગ બનનારને ડરાવીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા અને ઝીણવટભરી તપાસના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ શક્ય બની છે. પોલીસ હવે આ કેસની વધુ તપાસ કરી રહી છે અને આ ગેંગના અન્ય સભ્યોને પકડવાના પ્રયાસો ચાલુ છે.SS1MS