રશિયન સેનાએ ક્રિમિયા નજીક યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો

મોસ્કો, રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના શહેરો પર હુમલા વધારી દીધા છે. આ વિસ્તારોમાં ટેન્ક અને તોપોથી ગોળીબાર કરવામાં આવ્યો અને પછી હવાઈ હુમલાઓ દ્વારા બોમ્બમારો પણ કરવામાં આવ્યો હતો અને મિસાઈલ છોડવામાં આવી હતી. વર્તમાન સમયમાં લુહાન્સ્ક, ડોનેત્સ્ક અને ઝાપોરિઝ્ઝ્યામાં જમીની લડાઈ ચાલી રહી છે, જ્યારે યુક્રેનના અન્ય વિસ્તારોમાં હવાઈ હુમલા થઈ રહ્યાં છે.
રશિયન સેનાએ લુહાન્સ્કમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બિલોહોરિવકાને કબ્જે કરવા માટે તમામ તાકાત લગાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે રશિયન સેનાએ પૂર્વી યુક્રેનમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈના જણાવ્યા પ્રમાણે રશિયન સેનાએ ત્યાં મોટી સંખ્યામાં રિઝર્વ ટુકડીઓ તૈનાત કરી છે. રશિયન નેવીએ ગુરુવારે કાળા સમુદ્રમાં યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યું હતું. ડ્રોન ક્રિમિયામાં એક સૈન્ય મથકની નજીક હતું.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે કે અઝોવ સમુદ્ર પર હવે સંપૂર્ણપણે રશિયાનો કબ્જાે છે. હવે તે તેમના આંતરિક સમુદ્ર ભાગ બની ગયો છે. વર્ષ ૨૦૧૪માં ક્રિમિયા પર કબ્જાે કર્યા બાદ રશિયાએ ઝોવ સમુદ્રના અન્ય દરિયાકાંઠાના વિસ્તારો પર પણ કબ્જે કર્યા હતા.SS1MS