યુક્રેન યુદ્ધ વચ્ચે ચીન પહોંચ્યા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન
નવી દિલ્હી, યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે ચીન પહોંચ્યા હતા. તેઓ ચીનની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. આખી દુનિયાની નજર પુતિનની જિનપિંગ સાથેની મુલાકાત પર છે.
પુતિને તાજેતરમાં જ પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ છે. પરંતુ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પુતિનનો તેમની પ્રથમ મુલાકાત માટે ચીનને પસંદ કરવાનો નિર્ણય ચર્ચામાં રહે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિને આ મુલાકાત દ્વારા વિશ્વને પોતાની પ્રાથમિકતાઓને લઈને સંદેશ આપ્યો છે.
પુતિને કહ્યું છે કે શી જિનપિંગ સાથે તેમના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં, ચીન અને રશિયાએ ફેબ્›આરી ૨૦૨૨માં ‘નો લિમિટ’ ભાગીદારીની જાહેરાત કરી હતી.
ચીન પહોંચ્યા બાદ પુતિને શી જિનપિંગની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જિનપિંગે રાષ્ટ્રીય હિત અને પરસ્પર વિશ્વાસના આધારે રશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના કારણે જ મેં રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ફરી એકવાર ચીનની મુલાકાત લેવાનું નક્કી કર્યું.તેમણે કહ્યું કે અમે ઉદ્યોગ, ઉચ્ચ ટેકનોલોજી, અવકાશ, પરમાણુ ઉર્જા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈનોવેટિવ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો પ્રયાસ કરીશું.પુતિનની આ મુલાકાત રશિયા અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ પર થઈ રહી છે.
ફેબ્›આરી ૨૦૨૨માં યુક્રેન સામે યુદ્ધ શરૂ થવાના થોડા અઠવાડિયા પહેલા પુતિન જ્યારે ચીન ગયા હતા ત્યારે તેમણે જિનપિંગ સાથે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે એવી ભાગીદારી હશે જેની કોઈ ‘મર્યાદા’ નહીં હોય.આ દરમિયાન બંને નેતાઓ વ્યાપક ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થશે.
આ મુલાકાત દરમિયાન પુતિન ચીનના વડાપ્રધાન લી કિઆંગ સાથે પણ મુલાકાત કરશે. બેઇજિંગ ઉપરાંત પુતિન હાર્બિન શહેરની પણ મુલાકાત લેશે.પુતિનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે જિનપિંગ ફ્રાન્સ, સર્બિયા અને હંગેરીનો પ્રવાસ કરીને પરત ફર્યા છે.
જિનપિંગ સાથેની બેઠકમાં પુતિનનો સૌથી મોટો એજન્ડા ‘પાવર ઓફ સાઇબેરિયા ૨’ પાઇપલાઇન પ્રોજેક્ટ સાથે સંબંધિત ડીલ છે. આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તરી રશિયાથી ચીનને કુદરતી ગેસની સપ્લાય કરવામાં આવશે. ચીન અને રશિયા વચ્ચેનો આ કરાર હજુ અધૂરો છે.
આ સિવાય પુતિન ઈચ્છે છે કે ચીન યુક્રેન યુદ્ધને કારણે રશિયાની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનની ભરપાઈ કરે. જોકે રશિયા અને ચીન વચ્ચેના વેપારમાં વર્ષાેથી નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ પુતિન તેને વધુ વધારવા માંગે છે.સિન્હુઆને આપેલા ઈન્ટરવ્યુમાં પુતિને રશિયા અને ચીન વચ્ચેના આર્થિક સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક પડકારો છતાં રશિયા-ચીન સંબંધો અત્યાર સુધીના સર્વાેચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
પુતિન ઈચ્છે છે કે ચીન યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી આપેલું સમર્થન ચાલુ રાખે. ચીન વિશ્વની સામે યુક્રેન યુદ્ધમાં રશિયાને ખુલ્લેઆમ સમર્થન નથી કરતું, પરંતુ પડદા પાછળ તેને સમર્થન કરતું રહે છે. તે ખુલ્લેઆમ શસ્ત્રો વેચતો નથી, પરંતુ કથિત રીતે એવી મશીનરી અને સાધનો પૂરા પાડે છે, જેનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે.SS1MS