રશિયન સ્નાઈપર્સે કેદીઓને પકડી રાખનારા ૪ આતંકવાદીને ઠાર કર્યા
મોસ્કો, રશિયાની જેલમાં કેદીઓને બંધક બનાવનારા ચાર આતંકવાદીઓને રશિયન સ્નાઈપર્સે ઠાર માર્યા છે અને બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. ફેડરલ જેલ સેવાએ જણાવ્યું હતું કે ચારેય હુમલાખોરો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે તેમના ચાર કર્મચારીઓના મોત છરાના ઘાને કારણે થયા છે અને અન્યને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
રશિયન સ્નાઈપર્સે જેલને ઘેરી લીધી છે અને જેલના રક્ષકોને બંધક બનાવી રહેલા ચાર કેદીઓને મારી નાખ્યા છે. આ ચારેય કેદીઓના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ સાથે કનેક્શન હોવાની માહિતી પણ સામે આવી છે.
વોલ્ગોગ્રાડ પ્રદેશમાં રશિયન નેશનલ ગાર્ડના વિશેષ દળોના સ્નાઈપર્સે જેલના કર્મચારીઓને બંધક બનાવ્યા બાદ ચાર સચોટ ગોળી વડે ચાર કેદીઓને મારી નાખ્યા હતા, એમ રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએએ નેશનલ ગાર્ડને ટાંકીને જણાવ્યું હતું. બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે.
ફેડરલ જેલ સેવાએ જણાવ્યું હતું કે ચારેય હુમલાખોરો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે તેમના ચાર કર્મચારીઓના મોત છરાના ઘાને કારણે થયા છે અને અન્યને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેલ અધિકારીએ એમ પણ કહ્યું કે હુમલાખોરોએ જેલના કુલ આઠ કર્મચારીઓ અને ચાર દોષિતોને બંધક બનાવ્યા હતા.
હુમલાખોરોએ સોશિયલ મીડિયા પર તેમના હુમલાનો વીડિયો પણ પોસ્ટ કર્યાે હતો. આ વીડિયોમાં પીડિતો લોહીથી લથપથ જોઈ શકાય છે, જ્યારે વીડિયોમાં એક વ્યક્તિનું ગળું ચીરી ગયેલું જોવા મળે છે. અને એક કેદીએ બૂમ પાડી કે તેઓ ઈસ્લામિક સ્ટેટના મુજાહિદ્દીન છે.
અન્ય વિડિયોમાં હુમલાખોરો જેલ સંકુલમાં જતા દર્શાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનો એક બંધક લોહીથી લથપથ ચહેરો લઈને બેઠો હતો.
કેદીઓને મુક્ત કરવાની ઝુંબેશ ત્યારે શરૂ થઈ જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની સુરક્ષા પરિષદની સાપ્તાહિક બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. મીટિંગને સંબોધતા, તેમણે કહ્યું કે તેઓ ગૃહ પ્રધાન, એફએસબી સુરક્ષા વડા અને નેશનલ ગાર્ડના વડા પાસેથી ઘટના વિશે સાંભળવા માંગે છે.SS1MS