રશિયાના ઘાતક હથિયાર આત્મઘાતી ડ્રોને યુક્રેનમાં તબાહી મચાવી
કીવ, યુક્રેન અને રશિયા વચ્ચેની જંગ ઘેરી બની છે. હવે રશિયા ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનના કિવ સહિતના ટોચના શહેરોમાં તબાહી મચાવી રહ્યું છે. આ ડ્રોનને કામિકેજ ડ્રોન કહેવામાં આવે છે અને તેનું નિર્માણ ઈરાનમાં કરાયું છે.
આ ડ્રોનની ખાસ વાત એ છે કે, તે નિશાન પાસે જઈને જ ફૂટે છે. એકરીતે તે વિસ્ફોટક ભરેલા આત્મઘાતી ડ્રોન છે. આ ડ્રોન ક્રૂઝ મિસાઈલથી પણ વધુ ઘાતક સાબિત થઈ રહ્યા છે.
અત્યાર સુધી રશિયા ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરતું હતું, પણ આ આત્મઘાતી ડ્રોન ૨,૦૦૦ કિલોમીટર સુધી ઉડી શકે છે અને ટાર્ગેટ પર પડતા પહેલા લાંબા સમય સુધી ઉપર ફરે છે. આ ડ્રોનના હુમલાએ યુક્રેનની તમામ રણનીતિ બગાડી નાખી છે.
જાે કે, આ હુમલાઓ માટે રશિયાની દુનિયાભરમાં નિંદા પણ થઇ રહી છે. ઘણા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. કેટલાક નિર્દોષ નાગરિકો પણ આવા હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલો મળ્યા છે.HS1MS