S.G. Highway આસપાસ નવરાત્રી દરમ્યાન દોઢ ડઝન વાહનો ચોરાયા
(એજન્સી) અમદાવાદ, આ નવરાત્રીએ પશ્ચિમ વિસ્તાર એસ.જી.હાઈવે અને આસપાસના પાર્ટી પ્લોટ, કલબોમાં મહત્તમ ગરબા યોજાયા હતા. નવરાત્રી દરમ્યાન ગરબા સ્થળ પાસેથી દોઢ ડઝન જેટલા વાહનો ચોરી જવાયાની ફરીયાદો પોલીસમાં નોધાવાઈ છે.
વાડજમાં રહેતા અભિષેક ગંગાધરે કાર પોતાના જગરનોટ રેસ્ટોરેન્ટ સામે પ્લોટમાં પાર્ક કરી હતી. રાતે દોઢ વાગ્યે રેસ્ટોરામાંથી નીકળી કાર પાસે ગયા તો કારનો કાચ તૂટેલો જણાયો હતો. કાચ તોડીને કારમાંથી કાળા કલરનું પર્સ ચોરી જવાયુ હતુ. પોતાના અને પત્નીના ડોકયુમેન્ટસ ઉપરાંત બેંકોના એટીએમ અને ડેબિટ કાર્ડ ઉપરાંત રૂ.૩૦૦૦ની ચોરી કરાયાની ફરીયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવાઈ છે.
એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા અંકુરભાઈ સુરેશભાઈ દોશી નામના વેપારી તેમના પત્ની સાથે સિંધુભવન રોડ ઉપર પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા ગયા હતા. લેવીસ ગ્રીન પાર્ટી પ્લોટની બહાર પા‹કગમાં મુકેલું એક્ષેસ ગરબા ગાઈને પાછા ફર્યા ત્યાં સુધી ચોરાયાની ફરીયાદ વસ્ત્રાપુરમાં નોંધાવાઈ છે.
ગોતાની ગોકુલ વસાહતમાં રહેતા પિન્ટુભાઈ ભરવાડ તેમના પરિવાર સાથે વતનમાં માતાજીના નૈવૈદ્ય કરવા માટે ગયા હતા. પિત્તરાઈ ભાઈએ જાણ કરી હતી કે ઘરમાં ચોરી થઈ છે. પિટુન્ભાઈના પત્ની ભાવનાબહેનું મંગળસુત્ર ઉપરાંત સોનાના દાગીના મળી કુલ ૧.૩૭ લાખની ચોરી થયાની ફરીયાદ સોલા પોલીસમાં નોંધાવાઈ છે. જ્યારે કારંજની પટવા શેરીમાં રહેતા નઝીરભાઈ શેખ અને પરિવાર ઉંઘતા હતા ત્યારે સ્ટોપર ખોલી બારીમાંથી ઘરમાં પ્રવેશી બે મોબાઈલ ફોન રૂ.પ૦૦૦ સાથેનું પાકીટ ચોરી જવાયાની ફરીયાદ કારંજ પોલીસમાં નોંધાવાઈ છે.