Western Times News

Gujarati News

એસ.જી. હાઈવે પર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાયા

અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ- પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકો પરેશાન

અમદાવાદ, શુક્રવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે સતત બીજા શુક્રવારે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના જમાલપુર, સાબરમતી રિવરફ્રન્ટ, નરોડા, ઓઢવ, સીટીએમ, વસ્ત્રાલ, મણિનગર, ઇસનપુર, ગીતા મંદિર, પાલડી, વાસણા, આશ્રમ રોડ, એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

મણિનગર, નિકોલ, વિરાટનગર, સરખેજ, વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન મક્તમપુરા, જમાલપુર, ખમાસા પણ એક ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. યુુ-૨૦ના મેયર મીટ્‌સમાં આવેલા વિદેશી ડેલિગેટસ સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચતા ધોધમાર વરસાદ પડ્યો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાં નોકરી કરતો વર્ગ પોતાના ઘરે તરફ વળ્યો હતો. તેવા સમયે જ સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના બંને ભાગો પૂર્વ અને પશ્ચિમમાં સાંજ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. કડાકાભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે લોકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદથી લોકો વચ્ચે અટવાયા હતા.

અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે તો રસ્તા પર પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામ પણ થયો હતો. આ સાથે જ શહેરમાં અચાનકથી ખાબકી રહેલા ધોધમાર વરસાદના પગલે ફરી એકવાર લોકો ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

શહેરમાં ધોધમાર વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી પણ ભરાયા હતા. તો આશ્રમ રોડ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, બાપુનગર અને ઇન્ડિયા કોલોની તરફ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.