એસ. જયશંકરે લોથલના ઐતિહાસિક સ્થળ અને નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી

નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ એ પ્રાચીન ભારતની સભ્યતાપૂર્ણ તેજસ્વીતા અને લાંબાગાળાથી ચાલતા દરિયાઈ કૌશલ્યની શ્રદ્ધાંજલિ સમાન: કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી એસ.જયશંકર
આ પહેલ ભારતની ભવ્ય દરિયાઈ પરંપરાઓને પુનર્જીવિત કરવા અને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે: મંત્રી શ્રી એસ. જયશંકર
આ મુલાકાત ભારતની સમૃદ્ધ દરિયાઈ વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
કેન્દ્રીય વિદેશ મંત્રીએ સૌપ્રથમ પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના અગ્રણી શહેરોમાંના એક, લોથલ ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સ્થળના પ્રવાસથી મુલાકાતની શરૂઆત કરી હતી. આ સ્થળની મુલાકાતનું માર્ગદર્શન સંસ્કૃતિ મંત્રાલયના ASI ના અધિક મહાનિર્દેશક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે માનનીય મંત્રીને સ્થળના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે માહિતી આપી હતી અને ચાલુ ખોદકામ અને તેના તારણો પર સમજ આપી હતી.
ત્યારબાદ, મંત્રીશ્રી નેશનલ મેરી ટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી, જ્યાં માનનીય મંત્રીશ્રી સમક્ષ એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સંકુલની પ્રગતિ, વિઝન અને વિશિષ્ટ સુવિધાઓ દર્શાવવામાં આવી હતી. વધુમાં મંત્રી શ્રીએ NMHC પ્રોજેક્ટના વિવિધ મુખ્ય ઘટકો જેવા કે, ડ્રોપ-ઓફ એરિયા, જેટી બ્લોક, એન્ટ્રી બ્લોક, લોથલ ટાઉન રિક્રિએશન, લોથલ કોરિડોર, છ અત્યાધુનિક મ્યુઝિયમ ગેલેરીઓ, વોટર હોલ્ડિંગ ટાંકી, IL 38 ભારતીય નૌકાદળ પરિવહન તેમજ વિમાન INS નિશાંકની પણ મુલાકાત લીધી હતી.
S. Jaishankar visited the Lothal archaeological site and the National Maritime Heritage Complex under construction. The Complex will represent our maritime heritage as well as aspirations. As we take forward the MahaSagar outlook, such an institution will anchor our research, planning and narratives in the maritime domain.
આ પ્રસંગે મંત્રીએ ભારતના દરિયાઈ વારસાને આગળ લાવવા માટે કરવામાં આવી રહેલા “વિશાળ અને દૂરંદેશી પ્રયાસો”ની પ્રશંસા કરી હતી તેમજ તેમણે કહ્યું હતું કે, “નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ એ પ્રાચીન ભારતની સભ્યતાપૂર્ણ તેજસ્વીતા અને લાંબાગાળાથી ચાલતા દરિયાઈ કૌશલ્યની શ્રદ્ધાંજલિ સમાન છે.” તેમણે વધુમાં ભાર મૂક્યો કે, આ પહેલ ભારતની ભવ્ય દરિયાઈ પરંપરાઓને પુનર્જીવિત કરવા અને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
વિશ્વ કક્ષાના દરિયાઈ સંગ્રહાલય અને વારસા સંકુલ તરીકે કલ્પના કરાયેલ NMHC, ભારતની દરિયાઈ પરંપરાઓ અને વૈશ્વિક દરિયાઈ ઇતિહાસમાં યોગદાનની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત દરિયાઈ વારસાના કેન્દ્ર તરીકે વિકસાવવામાં MoPSW, ASI, IPRCL અને અન્ય હિસ્સેદારોના સંકલિત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાત નેશનલ મેરી ટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષના શરૂ કરાયેલ વિકાસમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ સમાન છે અને ભારતના પ્રાચીન દરિયાઈ મૂળને પુનર્જીવિત કરવાના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને મજબૂત બનાવે છે.