સા. આફ્રિકા સામે ૨૦૦ બોલ બાકી રહેતા ભારતનો બીજાે મોટો વિજય
ડરબન, સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટી૨૦આઈસિરીઝ ડ્રો કરાવ્યા બાદ વન-ડેસિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ગઈકાલે સાઉથ આફ્રિકાને તેના જ ઘરઆંગણે ૨૦૦ બોલ બાકી રહેતા હરાવ્યું હતું. ટોસ જીતીને એડન માર્કરમે પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો.
ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને ૨૭.૩ ઓવરમાં ૧૧૬ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ભારતે ૧૦૦ બોલમાં ૨ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચ જીતીને ભારતે વન-ડેસિરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતની જીત સાથે કેટલાંક રેકોર્ડ પણ બન્યા હતા.
ગઈકાલે રમાયેલી મેચમાં ભારતીય ટીમની કપ્તાની કે.એલ રાહુલના હાથોમાં હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ આ ભારતની સતત દસમી જીત હતી. આ ઉપરાંત ગઈકાલે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ પિંક જર્સીમાં ઉતરી હતી અને પિંક વનડે મેચમાં જીત નોંધાવનાર કે.એલ રાહુલ ભારતનો પહેલો કેપ્ટન બની ગયો છે.
ભારતીય ટીમે આ મેચમાં ચોથી સૌથી મોટી જીત હાંસલ કરી છે. ભારતીય ટીમે જાેહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાને ૨૦૦ બોલ બાકી રહેતાં હરાવ્યું હતું, જે બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતીય ટીમની સૌથી મોટી જીત આ જ વર્ષમાં કોલંબોમાં શ્રીલંકા સામે મળી હતી, જ્યારે ભારતે ૨૬૩ બોલ બાકી રહેતા મેચ જીતી હતી.
સાઉથ આફ્રિકાની ભારત સામે સૌથી મોટી હાર થઇ હતી. સાઉથ આફ્રિકાને વનડે ઈતિહાસમાં વર્ષ ૨૦૦૮માં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ બોલ બાકી રહેતા હારની સામનો કરવો પડ્યો હતો.
તે મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને ૨૧૫ બોલ બાકી રહેતા હરાવ્યું હતું. તે પછી હવે ભારતીય ટીમે પણ સાઉથ આફ્રિકાને ૨૦૦ બોલ બાકી રહેતા હરાવ્યું હતું.
સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચમાં સાઈ સુદર્શનને ડેબ્યુ કરવાની તક મળી હતી. તેણે ડેબ્યુ મેચમાં કમાલ કરી હતી. તેણે અણનમ ૫૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ સાથે તે ડેબ્યુ વનડે મેચમાં ફિફ્ટી ફટકારનાર ૧૭મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ સાથે જ ભારત માટે ચાર બેટ્સમેનોએ ઓપનર તરીકે ડેબ્યુ વનડે મેચમાં ફિફ્ટી ફટકારી છે.
રોબિન ઉથપ્પા – ૮૬ રન વિ.ઈંગ્લેન્ડ, ૨૦૦૬
કે.એલ રાહુલ – ૧૦૦* રન વિ.ઝિમ્બાબ્વે, ૨૦૧૬
ફૈઝ ફઝલ – ૫૫* વિ.ઝિમ્બાબ્વે, ૨૦૧૬
સાઈ સુદર્શન – ૫૫* વિ.સાઉથ આફ્રિકા, ૨૦૨૩ SS2SS