SAARC ના સેક્રેટરી જનરલે સાયન્સ સીટીમાં રોબર્ટને શું પ્રશ્ન પૂછ્યો

SAARC ના સેક્રેટરી જનરલ શ્રી ઇસાલા રૂઆન વીરાકુને અમદાવાદ સાયન્સ સીટીની મુલાકાત લીધી
સાયન્સ સીટીમાં નવનિર્મિત એક્વેટીક અને રોબોટીક ગેલેરીથી પ્રભાવિત થયા
SAARC(South Asian Association Of Regional Cooperation) ના સેક્રેટરી જનરલ શ્રી ઇસાલા રૂઆન વીરાકુન એ અમદાવાદ સાયન્સ સીટીની મુલાકાત લીધી હતી.
સાયન્સ સીટીની મુલાકાત વેળાએ તેઓ નવનિર્મિત એક્વેટીક અને રોબોટીક ગેલેરીથી અત્યંત પ્રભાવિત થયા હતા.
એક્વેટીક ગેલેરીમાં ઉપલબ્ધ વિશ્વના 10 ઝોનની 188 વિવિધ પ્રજાતિની માછલીઓ નિહાળીને શ્રી ઇસાલા રૂઆન અને તેમની ટીમે એક્વેટિક ગેલેરીની પ્રશંસા કરી હતી.
અક્વેટીક ગેલેરી બાદ શ્રી ઇસાલા રૂઆને રોબોટીક ગેલેરીની મુલાકાત લીધી હતી. રોબોટીક ગેલેરીમાં પ્રવેશતા જ તેઓએ રોબોટને પ્રશ્ન કર્યો કે , તમે કેટલી ભાષા બોલી શકો છો … તેના પ્રત્યુત્તરમાં રોબોટે કહ્યું કે, હું બે ભાષા બોલી શકુ છું અંગ્રેજી અને હિન્દી.રોબોટીક ગેલેરીમાં ઉપલ્બધ રોબોટ નૃત્ય, રોબોટ સ્પોર્ટસ અંતર્ગતની વિવિધ પ્રવૃતિઓ તેમણે નિહાળી હતી.
અમદાવાદ સાયન્સ સીટીની મુલાકાતમાં SAARCના સેક્રેટરી જનરલ અને સાર્ક સેક્રેટરિએટના ડાયરેક્ટરશ્રી ચંચલ ચાંદ સરકાર સહિત પાંચ સભ્યોની ટીમ જોડાઇ હતી.