Western Times News

Gujarati News

સાત્વિક ગ્રીન એનર્જીએ 1 ગીગાવોટ સોલર પીવી મોડ્યુલ્સ સપ્લાય કરવા માટે રૂ. 1,500 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો

File Photo

નવી દિલ્હી10 જાન્યુઆરી2025: સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડે અગ્રણી ઊર્જા ઉત્પાદક પાસેથી 1 ગીગાવોટ સોલર પીવી મોડ્યુલ સપ્લાય કોન્ટ્રાક્ટ મેળવ્યાંની જાહેરાત કરી છે. રૂ. 1,500 કરોડથી વધુનો આ સોદો કંપનીના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. કસ્ટમાઇઝ્ડ સ્પેસિફિકેશન મૂજબ સાત્વિક અદ્યતન ટેક્નોલોજી ધરાવતા N-TOPCon સોલર પીવી મોડ્યુલ્સ સપ્લાય કરશે તથા કેલેન્ડર વર્ષ 2025માં સંપૂર્ણ ડિલિવરી કરશે.

આ કોન્ટ્રાક્ટમાં યુટિલિટી-સ્કેલ સોલર પ્રોજેક્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ડિઝાઇન કરાયેલા સોલર પીવી મોડ્યુલના સપ્લાય સામેલ છે. આ અદ્યતન મોડ્યુલ વધુ ઊર્જા ઉત્પાદનની ખાતરી આપવાની સાથે-સાથે વિવિધ આબોહવાની પરિસ્થિતિઓમાં વિશ્વસનીયતા અને ટકાઉપણું જાળવે છે.

આ સપ્લાય ઓર્ડર હરિયાણાના અંબાલામાં સાત્વિક સોલરની અત્યાધુનિક સુવિધા ખાતેના સમર્પિત ઉત્પાદન એકમથી પૂર્ણ કરાશે. આ વિશિષ્ટ એકમ સરળ અને કાર્યક્ષમ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે વિશેષરૂપે ફાળવાયું છે, જે પ્રોજેક્ટના કડક ગુણવત્તા ધોરણો અને ડિલિવરી સમયમર્યાદાને પૂર્ણ કરશે.

આ સિદ્ધિ વિશે પ્રતિક્રિયા આપતાં સાત્વિક ગ્રીન એનર્જીના સીઇઓ પ્રશાંત માથુરે કહ્યું હતું કે, “અમે સોલર ઇન્ડસ્ટ્રીમાં નવી ઊંચાઇઓ હાંસલ કરી રહ્યાં છીએ ત્યારે સાત્વિક ગ્રીન એનર્જી માટે આ મહત્વપૂર્ણ ક્ષણ છે. આ 1 ગીગાવોટનો કોન્ટ્રાક્ટ ઇનોવેશન, ગુણવત્તા અને સસ્ટેનેબિલિટી માટેની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.

અમારી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ સાથે મજબૂત આરએન્ડડી માળખાથી અમે વિશ્વ-સ્તરીય સોલર મોડ્યુલ ડિલિવર કરવા સક્ષમ છીએ, જે પ્રભાવી સ્વચ્છ ઊર્જા ઉકેલો પ્રદાન કરે છે. અમે પ્રતિષ્ઠિત ભાગીદાર સાથે સહયોગ કરતાં અને ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાના લક્ષ્યોમાં નોંધપાત્ર યોગદાન આપતા સન્માનિત છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.