Western Times News

Gujarati News

સાત્વિક સોલારને L&T એનર્જી તરફથી 213 મેગાવોટ સોલર પીવી મોડ્યુલ્સ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો

  • સાત્વિક545 Wp મોનો PERC બાયફેશિયલ મોડ્યુલ સપ્લાય કરશે

 નવી દિલ્હી, ઑક્ટોબર 9, 2024: ભારતના નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રના વિકાસના ભાગરૂપે, ભારતની અગ્રણી સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક કંપની, સાત્વિક સોલારે 213 મેગાવોટ સોલર પીવી મોડ્યુલ્સ સપ્લાય કરવા માટે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ભારતના નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્ર માટે ખુબ મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે.

Saatvik Solar wins 213MW Solar PV modules supply contract from L&T Energy.

આ ઓર્ડર L&T એનર્જીના 245 મેગાવોટ બિહાર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યો છે. તેમાંથી 185 મેગાવોટ સોલાર પીવી ગ્રીડ-કનેક્ટેડ પાવર પ્લાન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે, જ્યારે 45.4 મેગાવોટ કજરા જિલ્લામાં 4-કલાકની બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

સાત્વિક સોલાર ગ્લાસ-ટુ-બેક શીટ ટેકનોલોજી ધરાવતા તેના આધુનિક મોનો PERC (પેસીવેટેડ એમિટર અને રીઅર સેલ) 545 Wp ના બાયફેશિયલ મોડ્યુલનો ઉપયોગ કરશે. આ ઉત્કૃષ્ટ કામગીરીવાળા સોલાર મોડ્યુલ્સ અદભુત કામગીરી અને લાંબા ગાળાની વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, જે મોટા પાયે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે એક યોગ્ય વિકલ્પ છે. આ ડિલિવરી માર્ચ 2025 સુધીમાં કરવામાં આવશે.

આ પ્રસંગે તેમના વિચારો વ્યક્ત કરતા, સાત્વિક સોલરના સીઈઓ શ્રી પ્રશાંત માથુરે જણાવ્યું હતું કે, “આ ઓર્ડર સાત્વિક સોલર માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી છે અને ભારતને સ્વચ્છ ઉર્જાવાળું દેશ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. L&T એનર્જી જેવી ઉદ્યોગની અગ્રણી કંપની સાથે ભાગીદારી કરીને, અમે માત્ર અમારો વ્યાપાર વિસ્તારવાની સાથે-સાથે ભારતના પર્યાવરણ અનુકૂળ ભવિષ્યમાં પણ સક્રિયપણે યોગદાન આપી રહ્યા છીએ. આ ભાગીદારી મોટા પાયાના સોલાર પ્રોજેક્ટ્સની અત્યાધુનિક માંગને પહોંચી વળવામાં સ્થાનિક ઉત્પાદકોની વધતી જતી ક્ષમતાઓનું પ્રમાણ છે.”

આ કોન્ટ્રાક્ટ સોલાર ક્ષેત્રની અગ્રણી કંપની તરીકે સાત્વિક સોલરની સ્થિતિને અને નવા ઉકેલો પ્રદાન કરવા માટે ઉત્પાદનની ક્ષમતા વધારવાના તેના સતત પ્રયાસોને મજબૂત બનાવે છે. વધુમાં, નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં આગળ રહેવા માટે સાત્વિક સોલાર ઘણા મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક ઇનોવેશન્સનું  સક્રિયપણે અન્વેષણ રહ્યું છે. કંપની  ‘0 બઝ બાર’ અને ’24 બઝ બાર’ ટેક્નોલાજી જેવી વિશિષ્ટ વિશેષતાઓ ધરાવતા હાફ-કટ મોડ્યુલ્સ અને પ્રીમિયમ મોડ્યુલ્સ જેવા ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સોલર પીવી મોડ્યુલ્સ વિકસાવી રહી છે.

મોડ્યુલના ઉત્પાદન ઉપરાંત, સાત્વિક સોલર, ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતાઓને વધારવા માટે ઈલેક્ટ્રોલાઈઝર બેટરી મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ સોલ્યુશન્સમાં રોકાણ કરી રહી છે. સાત્વિક સોલરનું R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન-હાઉસ મેન્યુફેક્ચરિંગ, કંપનીને ભારતીય અને વૈશ્વિક, બંન્ને બજારોમાં ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સોલાર મોડ્યુલની વધતી માંગને પહોંચી વળવા સક્ષમ બનાવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.