સાબરકાંઠા જિલ્લા આચાર્ય ભરતી કેમ્પ આરડેકતા ઇન્સ્ટિટયૂટ મેતરાલ ખાતે યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સાબરકાંઠા જિલ્લા આચાર્ય ભરતી કેમ્પ માં અંબાનું ધામ એવા ખેડબ્રહ્મા તાલુકાની આરડેકતા ઇન્સ્ટિટયૂટ મેત્રાલ, મુકામે યોજાયો સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી મેડમની નિશ્રામાં તારીખ ૩૧ જુલાઈ થી શરૂ થયેલ કેમ્પ ૨૦ ઓગસ્ટ ના રોજ સંપન્ન થયો.. જિલ્લાની કુલ ૯૫ સ્કૂલોમાં આચાર્યોની ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વિના વિઘ્ને નિયુક્તિ કરવામાં આવી.
આજનો સમાપન સમારંભ આરડેકતા ઇન્સ્ટિટયૂટ કે જેમાં ૨૫ જેટલી અનેકવિધ કોલેજાે ચાલે છે તેના વડા શ્રી આર ડી પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે ડી ઈ ઓ ગઢવી મેડમે આર ડી પટેલ સાહેબ નું અભિવાદન કરેલ અને સરસ મજાની વ્યવસ્થા આપવા બદલ પ્રશસ્તિપત્ર સોલ્વ અને મોમેન્ટ દ્વારા ધન્યવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી તરુણાબેન પટેલ, ચૌધરી સાહેબ તથા સંદીપભાઈ સાહેબ તથા ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ કાગ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલે સ્વાગત અભિવાદન કરેલ રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા શ્રી ભાનુભાઈ પટેલે આચાર્ય ભરતી કેમ્પનું સફળ સંચાલન અને સુકાન સંભાળવા બદલ ડી ઇ ઓ મેડમનો આભાર માન્યો હતો. સમગ્ર ભરતી કેમ્પ દરમિયાન પોતાની અમૂલ્ય સેવા આપનાર પાંચ ઉપપ્રમુખશ્રીઓ જેમાં ગજેન્દ્રભાઈ પટેલ સુનિલભાઈ પટેલ મોગજીભાઈ પટેલ
ગુણવંતસિંહ ચંપાવત જીતેન્દ્રસિંહ કુંપાવત અને મહામંત્રીશ્રી ભરતભાઈ પટેલને બિરદાવવામાં આવ્યા આ ઉપરાંત અધ્યક્ષશ્રી હરેશ પટેલ, સંચાલક મંડળના પ્રમુખશ્રી આર.ડી દાદા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અને બોર્ડ સભ્ય એચડી પટેલ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજીતભાઈ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રાણાના યોગદાનની નોંધ લેવામાં આવેલ.