Western Times News

Gujarati News

સાબરકાંઠાની ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ: શંકર ચૌધરી

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઈડરમાં યોજાયેલા ૭૬માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કર્યું

હિંમતનગર, ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લકક્ષાની ઉજવણી રવિવારે ઈડરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરાઈ હતી. જે પ્રસંગે અધ્યક્ષે ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે તેમણે પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતું કે સાબરકાંઠાની ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ સમાન છે. દેશના નામી- અનામી સ્વાતંત્રવીરોના ચરણોમાં વંદન કરી ૭૬મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવાતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના સીમાડા પર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની શૌર્યગાથા સાંભળી ગૌરવ થાય છે.

આકાશમાં રાફેલની ગર્જના સાંભળી, સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા, ન્યુકિલયર સબમરીનનો ઘૂંઘવાટ સાંભળી, પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું ચિંતન કરે, ચંદ્ર પર કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો તિરંગો લહેરાતો જોઈ ભારતીય હોવાનો ગર્વ થાય છે.

વિશેષમાં તેમણે ઉમેર્યુ હતું દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું યોગદાન અનેરુ રહ્યું છે. સાબરકાંઠાની આ ધરતી એટલે કર્મ, ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ, ઈડરનો ઈતિહાસ વૈભવશાળી રહ્યો છે. સફળતા કે શુભ પ્રસંગે આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યો જે પંક્તિ ગુજરાતમાં ગવાય છે. અનેક વિદેશી આક્રમણ આક્રમણો પણ ઈડરીયો ગઢ અજય રહ્યો છે.

આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાÂત્મક ગુરૂ રાજચંદ્રજીએ અહીં મહિનાઓ સુધી ઈડરીયા ગઢ ઉપર આરાધના કરી હતી. અનેક સંત મહાપુરુષોએ આ ધરતીને આધ્યમિકતાની અનુભુતી કરાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.